ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ‘ગુજરાત દીપોત્સવી અંક’માં લેખક અઝીઝ ટંકારવીની એક રચના સામે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા સખત વાંધો ઉઠાવવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ–કર્ણાવતી ક્ષેત્રના મંત્રી અશ્વિન પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ રચનામાં શ્રીરામ અને ભક્ત મીરાંબાઈ અંગેની પંક્તિઓથી હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો આક્ષેપ કર્યો છે.
૨૩ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ લખાયેલા પત્રમાં જણાવાયું છે કે ચાલુ વર્ષના દીપોત્સવી અંકના પાના નંબર ૩૮૯ પર આ રચના પ્રકાશિત કરવામાં આવી છે. વાચકો તરફથી મળેલી રજૂઆતો બાદ આ બાબત VHPના ધ્યાનમાં આવી હતી. સંસ્થાએ પંક્તિઓ સામે વાંધો નોંધાવતા તેને હિન્દુ આસ્થાની મજાક ઉડાવતી ગણાવી છે.

વિશ્વ હિન્દુ પરિષદની મુખ્ય માગણીઓ:
રચના દૂર કરવી: આ અંકમાંથી સંબંધિત રચનાને તાત્કાલિક અને સંપૂર્ણપણે દૂર કરવામાં આવે.
જવાબદારો સામે પગલાં: લેખક અઝીઝ ટંકારવી તેમજ આ રચનાને પ્રકાશન માટે મંજૂરી આપનારા જવાબદાર સરકારી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
લેખકોની સમીક્ષા: સરકારી પ્રકાશનોમાં કૃતિઓ પસંદ કરતા પહેલા લેખકોના ભૂતકાળના કાર્યો અને તેમના અભિગમની યોગ્ય સમીક્ષા કરવામાં આવે.
પુનરાવર્તન અટકાવવું: ભવિષ્યમાં રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે હકારાત્મક અભિગમ ધરાવતા લેખકોને જ સ્થાન આપી આવી સ્થિતિનું પુનરાવર્તન અટકાવવામાં આવે.
અશ્વિન પટેલે મુખ્યમંત્રીને આ બાબતને ગંભીરતાથી લઈને ત્વરિત નિર્ણયો લેવા અપીલ કરી છે. આ પત્રની નકલ ગુજરાત સરકારના માહિતી વિભાગને પણ જરૂરી કાર્યવાહી અર્થે મોકલવામાં આવી છે.

બાઈટ – અશ્વિન પટેલ (ક્ષેત્ર મંત્રી – વિહિપ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel












