Skip to content
ગુરુવાર, નવેમ્બર 5, 2026 Ahmedabad 35°C

અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 2026માં સનાતન સંસ્થા દ્વારા અધ્યાત્મિક ગ્રંથોનું ભવ્ય પ્રદર્શનનું આયોજન સંપન્ન

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2026માં સનાતન સંસ્થાના સ્ટોલની અંદાજે 4,000 લોકોએ મુલાકાત લીધી. અધ્યાત્મ, ધર્મશિક્ષણ અને આયુર્વેદના ગ્રંથોનું પ્રદર્શન યોજાયું.

અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 2026માં સનાતન સંસ્થા દ્વારા અધ્યાત્મિક ગ્રંથોનું ભવ્ય પ્રદર્શનનું આયોજન સંપન્ન

સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે ૨૪ ઓક્ટોબર થી ૧ નવેમ્બર, 2026 દરમિયાન આયોજિત ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ – 2026’ સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ વિશાળ પુસ્તકમેળામાં સનાતન સંસ્થાએ પોતાના વૈશિષ્ટપૂર્ણ સહભાગ દ્વારા વાચક, પુસ્તકપ્રેમી, સંસ્કારપ્રેમી, ધર્મપ્રેમીઓનું વિશેષ ધ્યાન આકર્ષ્યું. સ્ટોલ નં. C-35 પર સંસ્થાએ રાષ્ટ્રરક્ષા, ધર્મજાગૃતિ, અધ્યાત્મ, ધર્મશિક્ષણ, બાલ સંસ્કાર તથા આયુર્વેદ જેવા રાષ્ટ્ર-સમાજના કલ્યાણ માટે અગત્યના વિષયો પર આધારિત ગ્રંથોનું સુવ્યવસ્થિત, સચિત્ર અને જ્ઞાનસભર પ્રદર્શન યોજાયુ હતું. આ પ્રદર્શન માત્ર પુસ્તકાવલોકન પૂરતું ન રહી, પરંતુ સનાતન ધર્મ અને અધ્યાત્મની અનુભૂતિ કરાવતું એક જ્ઞાનમંદિર બની રહ્યું.

બુક ફેસ્ટિવલ માં સંસ્થાના સ્ટોલ પર અંદાજિત 4,000 જેટલા પુસ્તકપ્રેમી, સંસ્કારપ્રેમી, ધર્મપ્રેમી અને વાચનપ્રેમીઓ પધાર્યા હતા , ઘણા વાચકો અને ધર્મપ્રેમીઓએ ગ્રંથોની ખરીદી સાથે સંસ્થાના કાર્ય અંગે વિશેષ રસ દર્શાવ્યો. મેળા દરમિયાન અનેક પ્રખ્યાત માનનીય મહાનુભાવો સ્ટોલ પર પધાર્યા અને પ્રદર્શનનું અવલોકન કર્યું. તેમાં જૈન મુનિ પૂ . સત્યજીત જી , કનૈલલાલ મહારાજજી (સુરત) , ડૉ . નિરંજન પટેલ (સરદાર પટેલ કોલેજ ના વાઇસ ચાન્સેલર ) મીડિયા પર્સનાલિટી RJ ચિરાગ ત્રિપાઠી , જેવા મહાનુભાવોનો સમાવેશ થાય છે.

બધાએ સનાતન સંસ્થાના કાર્યની પ્રશંસા કરતાં જણાવ્યું કે આજના સમયમાં રાષ્ટ્રરક્ષા, ધર્મજાગૃતિ, અધ્યાત્મ, ધર્મશિક્ષણ અને આયુર્વેદ જેવા વિષયો સમાજ માટે અત્યંત આવશ્યક છે, અને આ ક્ષેત્રોમાં સંસ્થા દ્વારા છેલ્લા અનેક વર્ષોથી થતું અનવરત કાર્ય પ્રશંસનીય છે .

આ પુસ્તક મેળાનું સંપૂર્ણ આયોજન AMC દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યાં ઘણાં બધાં પ્રકાશકો ના પુસ્તકોને વાચકો સુધી પહોંચાડવાનું સારું આયોજન કરવામાં આવ્યું.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Ahmedabad Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.