Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

દિલ્હી યુનિવર્સિટી છાત્ર સંધ ની ચુંટણી મા અ.ભા.વિ.પ. નો પ્રભાવિ પ્રચાર પ્રદર્શન.

દિલ્હી યુનિવર્સિટી છાત્ર સંધ ની ચુંટણી મા અ.ભા.વિ.પ. નો પ્રભાવિ પ્રચાર પ્રદર્શન.

આગામી 27 સપ્ટેમ્બર ના રોજ દિલ્હી યુનિવર્સિટી છાત્ર સંઘ ની ચૂંટણીનું આયોજન

સમગ્ર દેશ ભરમાં પ્રખ્યાત દિલ્હી યુનિવર્સિટી છાત્ર સંધ ની ચુંટણી આગામી ૨૭ સપ્ટેમ્બર ના રોજ યોજાવા જઈ રહી છે. જે અનુસંધાને અ.ભા.વિ.પ. દ્ધારા છાત્ર સંધ ના અધ્યક્ષ પદ માટે ના ઉમેદવાર ઋષભ ચૌધરી , ઉપાધ્યક્ષ સ્થાન માટે ના ઉમેદવાર ભાનુ પ્રતાપ સિંહ, સચિવ સ્થાન માટેના ઉમેદવાર બહેન મિત્રવિન્દા કણૅવાલ અને સંયુક્ત સચિવ સ્થાન માટેના ઉમેદવાર અમન કપાસીયા એમ ચાર ઉમેદવારો ની ધોષણા અ.ભા.વિ.પ ના માનનીય રાષ્ટ્રીય મહામંત્રી શ્રી યાજ્ઞવલ્ક્ય શુક્લજી દ્ધારા કરવામાં આવી હતી.

અ.ભા.વિ.પ ના ચારેય ઉમેદવારો દિલ્હી યુનિવર્સિટી ના વિધાર્થીઓ ના હક્ક માટે ધણા સમય થી લડત આપતા આવ્યા છે. વિધાર્થી જગત મા સક્રિયતાથી પોતાનું અમૂલ્ય યોગદાન આપતા આવ્યા છે, અ.ભા.વિ.પ ના ઉમેદવારના રૂપમાં હાલ તેઓ દિલ્હી યુનિવર્સિટી ના કેમ્પસ કેમ્પસ માં જઈને પ્રભાવિ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. છાત્ર સંઘ ની ચૂંટણીમાં સત પ્રતિસત એટલે કે સો ટકા મતદાન માટે વિદ્યાર્થી આગળ આવે અને આ લોકતંત્રના પ્રથમ પગથિયામાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપે તે હેતુથી પણ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. સાથે જ સમયાંતરે વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને વિદ્યાર્થીઓ વચ્ચે મૂકી અને વિદ્યાર્થીઓને અભાવીપ ની પેનલને મત આપવા માટે અપિલ કરી રહ્યા છે.

અ.ભા.વિ.પ રાષ્ટ્રીય શિક્ષા નીતિના પ્રભાવિ ક્રિયાનવયન ના મુદ્દા ને પ્રમુખતાથી ઉઠાવી રહ્યું છે. એબીવીપી ની દિલ્હી યુનિવર્સિટીમાં સક્રિયતા સમગ્ર વર્ષ દરમ્યાન રહેતી હોય છે. જેમાં પર્યાવરણ, ખેલ , સેવા કાર્ય જેવા મહત્વપૂર્ણ વિષયો પર અભાવિપ દ્વારા ચલાવવામાં આવતી ગતિવિધિઓના સકારાત્મક પ્રભાવ વિશે ઉમેદવારો વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચા કરી રહ્યા છે. ગત વર્ષે પણ અ.ભા.વિ.પ દ્વારા ચારમાંથી ત્રણ સીટ પર ભવ્ય વિજય મેળવ્યો હતો , અને અ.ભા.વિ.પ એ તે સમયે કરેલા તમામ વચનો ને પુરા પણ કર્યા છે. જેના લીધે દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો વિશ્વાસ ABVP પ્રત્યે સંપૂર્ણ બંધાયેલો છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની પેનલ મા અધ્યક્ષ પદના ઉમેદવાર ઋષભ ચૌધરી એ જણાવ્યું કે, ” આ છાત્ર સંઘ ની ચૂંટણીમાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓની આ લોકતાંત્રિક પર્વમાં ભાગીદારી વધે તે હેતુથી કેમ્પસમાં કેમ્પેન દરમિયાન અમે વિદ્યાર્થીઓને મત આપવા માટે આગ્રહ કરી રહ્યા છીએ. પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ અભાવિપ ની પેનલ પર જ વિદ્યાર્થીઓ વિશ્વાસ મૂકશે તેની મને સંપૂર્ણ ખાત્રી છે. અને આગામી વર્ષમાં છાત્ર સંઘમાં એબીવીપી નુ પ્રતિનિધિત્વ આવશે તો વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટથી લઈને , યુનિવર્સિટી તેમજ કોલેજોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બેઝિક સુવિધાઓના વિકાસના મુદ્દાઓને પ્રમુખતાથી ઉઠાવશે. કોલેજ કેમ્પસના પ્રવાસ દરમિયાન બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓનું સમર્થન અ.ભા.વિ.પ ની પેનલ‌ ને મળી રહ્યું છે.”

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની પેનલમાં સચિવ સ્થાન માટેના ઉમેદવાર બહેન મિત્રવિન્દા કણૅવાલ એ જણાવ્યું કે, ” અ.ભા.વિ.પ 2014 થી દિલ્હી યુનિવર્સિટી છાત્ર સંધ ની ચૂંટણીમાં સતત વિજય મેળવતું આવ્યું છે. એબીવીપી ના મેનિફેસ્ટોમાં પરિસરમાં વિદ્યાર્થીની ઓની સુરક્ષા, સેનેટરી વેન્ડિંગ મશીન લગાડવા સહિતના વિદ્યાર્થીનીઓ સાથે સંકળાયેલા વિભિન્ન મુદ્દાઓને પ્રમુખતાથી સામેલ કરવા માટે વિદ્યાર્થી પરિષદની પેનલ પ્રયાસરત છે, દિલ્હી યુનિવર્સિટીના મહિલા કોલેજો માંથી વિદ્યાર્થી પરિષદની પેનલને ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે, મિશન સાહસી અને ઋતુમતિ અભિયાન જેવા કાર્યો થતી અભાવીપ એ વિધાર્થીનીઓ માટે ઘણા ઉપયોગી કાર્યક્રમો અને કાર્યો કર્યા છે.”

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.