Skip to content
ગુરુવાર, નવેમ્બર 26, 2026 Ahmedabad 24°C

નવસારીમાં ACBએ છટકું ગોઠવી સહાયક મત્સ્યોધ્યોગ અધિક્ષકને લાંચ લેતા ઝડપી પાડ્યો

નવસારીમાં ACBએ છટકું ગોઠવી   સહાયક મત્સ્યોધ્યોગ અધિક્ષકને લાંચ લેતા ઝડપી પાડ્યો

નવસારીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ જિલ્લા મત્સ્યોધ્યોગ નિયામક કચેરીમાં મોટી કાર્યવાહી કરી છે. એસીબીએ સહાયક મત્સ્યોધ્યોગ અધિક્ષક દીપક ચૌહાણને 15 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.

આ કેસમાં એક માછીમારે ફરિયાદ નોંધાવી હતી. તેમની ટ્રોલર બોટના નવા એન્જિન માટે સબસિડી મેળવવા અને બોટની માલિકી બદલવા માટે અધિકારીએ લાંચની માગણી કરી હતી. અધિકારીએ સબસિડી માટે પહેલા 5 હજાર અને માલિકી બદલવા માટે 10 હજાર રૂપિયા માંગ્યા હતા. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે નવસારી ACBનો સંપર્ક કર્યો હતો. આ બાદ ACBએ છટકું ગોઠવી દીપક ચૌહાણને કચેરીની લોબીમાં રૂ.15000ની લાંચ લેતા પકડી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

 

 

Filed under Navsari Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.