ઉત્તરાખંડમાં વર્ષના અંતિમ દિવસોમાં એક અત્યંત કરૂણ દુર્ઘટના સામે આવી છે. અલ્મોડા જિલ્લાના ભીકિયાસૈન વિસ્તારમાં મુસાફરોથી ભરેલી એક ખાનગી બસ અચાનક કાબૂ બહાર જઈ ઊંડી ખીણમાં ખાબકી, જેમાં સાત લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. આ અકસ્માતમાં અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. દુર્ઘટનાની ગંભીરતા જોતા તરત જ યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું, જેમાં સ્થાનિક લોકો, પોલીસ અને એસડીઆરએફ (SDRF)ની ટીમોએ સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી.
Uttarakhand | Bhikiyasain bus accident: SDRF team dispatched to the accident spot. According to the information received, 6–7 people are feared dead, while the injured passengers have been admitted to the Government Hospital in Bhikiyasain: State Disaster Response Force (SDRF)… pic.twitter.com/OG0gQUcpCO
— ANI (@ANI) December 30, 2025
અહેવાલો મુજબ, આ દુર્ઘટના મંગળવારે (30 ડિસેમ્બર) સવારે ભીકિયાસૈન–રામનગર માર્ગ પર શિલાપાની નજીક બની હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શિલાપાની વિસ્તારમાં બસ ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો, જેના કારણે બસ સીધી જ ઊંડી ખીણમાં જઈ પડી. ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનો તરત જ મદદ માટે દોડી આવ્યા અને પોલીસ તથા બચાવ દળોને જાણ કરી.
બસમાં સવાર અનેક મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને ખીણમાંથી બહાર કાઢીને તાત્કાલિક નજીકની હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળે પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો હાજર છે અને હજુ કોઈ મુસાફરો ખીણમાં ફસાયેલા તો નથી ને તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પ્રશાસન દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને બચાવ કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી ઓપરેશન ચાલુ રાખવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel