નર્મદા જિલ્લામાં હિંદુ સંગઠનો અને સાધુ-સંતોની આગેવાની હેઠળ એક વિશેષ ‘ઘર વાપસી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150થી વધુ આદિવાસી લોકોએ સ્વેચ્છાએ ફરી સનાતન હિંદુ ધર્મમાં વાપસી કરી. કાર્યક્રમ દરમિયાન તમામ આદિવાસીઓએ વિધિવત ધાર્મિક વિધિઓ સાથે હિંદુ ધર્મનો અંગીકાર કર્યો. આ લોકો અગાઉ ખ્રિસ્તી પંથમાં જોડાયેલા હતા, પરંતુ હવે પોતાની મૂળ આસ્થા અને પરંપરામાં પરત ફર્યા હોવાનું તેમણે જણાવ્યું.
હિંદુ સંગઠનોએ આ પ્રસંગે આરોપ લગાવ્યો કે ગરીબ અને પછાત આદિવાસી પરિવારોને લોભલાલચ, સહાય અને વિવિધ પ્રલોભનો આપીને ખ્રિસ્તી પંથમાં ફેરવવામાં આવે છે. રાષ્ટ્રીય ધર્મ જાગરણ મંચના મંત્રી સોનજીભાઈ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પાદરીઓ દ્વારા આદિવાસીઓનું સંગઠિત રીતે ધર્માંતરણ કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે અનેક આદિવાસીઓએ બાદમાં પોતે છેતરાયા હોવાની લાગણી વ્યક્ત કરી અને પોતાની મૂળ સંસ્કૃતિથી દૂર કરાયા હોવાનો અફસોસ કર્યો.
રાષ્ટ્રીય આદિવાસી જાગરણ મંચ અને સાધુ-સંતોએ સ્પષ્ટ કર્યું કે આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને ધાર્મિક ઓળખ જાળવી રાખવા માટે આવા ‘ઘર વાપસી’ કાર્યક્રમો ભવિષ્યમાં પણ સતત યોજવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતા મનસુખ વસાવાએ પણ ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે તેઓ ગ્રાઉન્ડ લેવલ પર રહીને હિન્દુત્વ અને આદિવાસી સમાજના હિત માટે કામ કરી રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel