દિલ્હીમાં સતત ખોટા બોમ્બ ધમકીના કેસમાં દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. આરોપી શ્રીનિવાસ લુઇસની ઓળખ થઈ છે, જે મૂળ કર્ણાટકનો રહેવાસી છે અને પોતાની માતા સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. તેની ધરપકડ બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓને મોટી રાહત મળી છે.
તપાસમાં ખુલ્યું છે કે આરોપી છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન 1100 કરતાં વધુ ખોટા બોમ્બ કોલ્સ અને ઈમેલ દ્વારા ધમકીઓ આપી ચૂક્યો છે. તેણે દિલ્હી હાઈકોર્ટ, શાળાઓ, હોસ્પિટલો સહિત અનેક મહત્વપૂર્ણ સ્થળોને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ આપી હતી. દરેક ધમકી બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓને મોટા પાયે તપાસ હાથ ધરવી પડતી હતી, જેના કારણે લોકોમાં ભયનું વાતાવરણ ફેલાતું હતું અને પ્રશાસનના કિંમતી સમય અને સંસાધનોનો વ્યય થતો હતો.
Delhi Police arrested a 47-year-old man, Srinivas Louis, from his rented accommodation in Mysuru, Karnataka, for allegedly sending more than 1,000 hoax threat messages targeting several institutions, High Courts and government offices across the country.
(Pic: Delhi Police) https://t.co/yXqQ6U9u95 pic.twitter.com/XtXJPOPeOB
— ANI (@ANI) March 30, 2026
આ કેસમાં દિલ્હી પોલીસએ FIR નોંધાવી અને ટેક્નિકલ તપાસ શરૂ કરી હતી. આધુનિક ટેક્નોલોજી અને સુત્રોના આધારે તપાસ આગળ વધારતા પોલીસ કર્ણાટક સુધી પહોંચી અને ત્યાંથી આરોપીને કસ્ટડીમાં લીધો. હાલ આરોપીને દિલ્હી લાવવામાં આવી રહ્યો છે.
દિલ્હી પહોંચ્યા બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેને રિમાન્ડ પર લઈ આગળ પૂછપરછ કરવામાં આવશે. પોલીસ આ સમગ્ર મામલામાં જાણવા માંગે છે કે એટલી મોટી સંખ્યામાં ખોટી ધમકીઓ આપવા પાછળ તેનો હેતુ શું હતો. સાથે જ આ પણ તપાસવામાં આવશે કે શું તેણે દિલ્હીની બહાર અન્ય શહેરોને પણ આવી જ ધમકીઓ આપી હતી કે નહીં.
આ કેસને કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે અને આવી ઘટનાઓને અટકાવવા માટે વધુ કડક પગલાં લેવામાં આવશે તેવી સંભાવના છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel