Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

Zomato અને Swiggy પછી, હવે Flipkart એ આપ્યો આંચકો, હવે દરેક ઓર્ડર પર Extra રૂપિયા વસુલ કરશે

Zomato અને Swiggy પછી, હવે Flipkart એ આપ્યો આંચકો, હવે દરેક ઓર્ડર પર Extra રૂપિયા વસુલ કરશે

સ્વિગી ઝોમેટો પછી હવે ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટે પણ તેના ગ્રાહકોને ચોંકાવી દીધા છે. ફ્લિપકાર્ટે ગ્રાહકો પાસેથી દરેક ઓર્ડર પર 3 રૂપિયાની પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું છે. હાલમાં જ Zomato અને Swiggyની પ્લેટફોર્મ ફીમાં વધારા બાદ આવું બન્યું છે. ફ્લિપકાર્ટે આ ફી ઓનલાઈન પેમેન્ટ અને કેશ ઓન ડિલિવરી બંને પર લગાવી છે.

આ ફી ફ્લિપકાર્ટ પ્લસ પ્રોગ્રામ અને નોન-પ્લસ પ્રોગ્રામ બંને ગ્રાહકો પાસેથી લેવામાં આવશે. જો કે જો તમે ફ્લિપકાર્ટની મોબાઈલ એપ અને વેબસાઈટ પર 10,000 રૂપિયાથી વધુની ખરીદી કરો છો, તો આ ફી લેવામાં આવશે નહીં.

ફી ક્યારે લેવામાં આવશે? : ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે 17 ઓગસ્ટ 2024થી આ ફી વસૂલવાનું શરૂ કરી દીધું છે. કંપનીનું કહેવું છે કે આ ફી પ્લેટફોર્મને અસરકારક રીતે ચલાવવામાં અને તેને સતત સુધારવામાં મદદ કરશે. ફ્લિપકાર્ટ ગ્રોસરી અને તેની ટ્રાવેલ વર્ટિકલ ક્લિયરટ્રિપ પર ફી લાગુ પડતી નથી.

જો કે આ પહેલેથી જ ફ્લિપકાર્ટની ફેશન વર્ટિકલ myntra અને તેની ક્વિક કોમર્સ શાખા ફ્લિપકાર્ટ મિનિટ્સ પર લાગુ છે, જે અનુક્રમે રૂપિયા 20 અને રૂપિયા 5 ચાર્જ કરે છે. આ સ્ટેપ ફ્લિપકાર્ટને સ્વિગીઝ ઇન્સ્ટામાર્ટ, ઝોમેટોની બ્લિંકિટ અને ઝેપ્ટો જેવા ક્વિક કોમર્સ પ્લેયર્સને સાથે જોડે છે. જે રૂપિયા 4 થી રૂપિયા 9.99 સુધીની હેન્ડલિંગ ફી પણ વસૂલ કરે છે.

આ પ્લેટફોર્મ ફી લેતું નથી : હાલમાં એમેઝોન પ્લેટફોર્મ ફી વસૂલતું નથી. પરંતુ જો તે આમ કરે તો નવાઈ નહીં. કારણ કે તેની મુખ્ય હરીફ ફ્લિપકાર્ટ પહેલાથી જ આવો ચાર્જ લાગુ કરી ચૂકી છે. ઉદાહરણ તરીકે Zomato-માલિકીની Blinkit માત્ર 10-15 મિનિટમાં નાના ઇલેક્ટ્રોનિક ડિવાઈસ પહોંચાડે છે. આ પ્લેટફોર્મની ઝડપી વૃદ્ધિએ સ્થાપિત ઈ-કોમર્સ કંપનીઓને ઝડપી કોમર્સ સેગમેન્ટમાં પ્રવેશવા માટે પ્રેરિત કર્યા છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.