Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

Ahmedabad શહેરની સુંદરતામાં થશે વધારો, 9 તળાવોને ટ્રીટેડ પાણીથી ભરાશે.

Ahmedabad શહેરની સુંદરતામાં થશે વધારો, 9 તળાવોને ટ્રીટેડ પાણીથી ભરાશે.

અમદાવાદ(Ahmedabad) કોર્પોરેશન દ્વારા શહેરની સુંદરતા વધારવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેમાં શહેરના નવ તળાવમાં (Lake) સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટ કરેલા પાણીથી ભરવામાં આવશે. જેની માટે 2 MLDનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. જેની માટે કોર્પોરેશન કુલ 85 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.

અમદાવાદ શહેરમાં કુલ 156 તળાવો છે. જેમાંથી 28 સંપૂર્ણ રીતે વિકસિત છે. જેમાં વોક-વે, RCC રિટેઈનિંગ વોલ, દિવાલો, બગીચાના વિસ્તારો, બાળકો માટે રમતના સાધનો સાથેનો વિસ્તાર કરવામાં આવેલો છે. જ્યારે બાકીના તળાવોને વિકસિત કરવાના બાકી છે. આ ઉપરાંત સમાચાર પત્રના અહેવાલ અનુસાર આ ટ્રીટેડ પાણીથી તળાવોને ભરીને તેની આસપાસના વિસ્તારને વિકસિત કરીને તેને સુંદર હરવા ફરવા લાયક સ્થળ તરીકે વિકસિત કરવામાં આવશે.

આ પ્રયાસોના પગલે તળાવની આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળ પણ રિચાર્જ થશે. જેમાં ભાડજ, ઓગણજ, ઔકફ, હાથીજણ અને નરોડા મુઠીયા ગામ ખાતેના તળાવોનો વિકાસ થશે સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે એસટીપીની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વસ્ત્રાપુર તળાવ પણ ચોમાસામાં ભરાઈ જાય છે. જો કે, તળાવની ઊંડાઈ મૂળ આયોજન કરતાં વધુ હોવાથી, પાણી નીચે જાય છે. પરિણામે, તળાવ ભરાયું નથી. તેને ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે. જ્યારે આ પાંચ તળાવોનો વિકાસ 10 કરોડના ખર્ચે કરવામાં આવશે.

જેમાં રાષ્ટ્રીય જળ સંરક્ષણ યોજના(NPCA)હેઠળ વિકસાવવામાં આવનાર જગતપુર તળાવ ખાતે 2 MLD ક્ષમતાનો STP સ્થાપિત કરવામાં આવશે. ત્રણ મહિના પહેલા મંજૂરી મળી હતી.આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ.7.5 કરોડ છે. અન્ય ત્રણ તળાવો જ્યાં કામ ચાલી રહ્યું છે તે સોલા તળાવ, અસારવા તળાવ છે

જ્યારે તળાવને ભરવા માટે નર્મદા કેનાલ મારફતે જાસપુર ગામ પાસે સ્ટોર્મ વોટર લાઇન નાખવામાં આવી છે. જો ચોમાસા દરમિયાન નર્મદા ડેમ ઓવરફ્લો થાય તો ખોરજ તળાવને પાણીથી ભરવામાં મદદ મળશે. આ સાથે તળાવોને જોડતી લાઇન છે. તેમાંથી પાણી ત્રાગડ થઈને છારોડી થઈને જગતપુર થઈને ગોતા તળાવ થઈને સોલા તળાવમાં જશે. જેમાં ચોમાસામાં આ તળાવોને પાણીથી ભરી શકે છે.

આ તળાવો પર અંદાજિત રૂપિયા 9 કરોડના ખર્ચે માત્ર 2 MLD STPS સ્થાપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રોજેક્ટનું રિ-ટેન્ડરિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ ટેન્ડરમાં દર્શાવવામાં આવેલા દર અંદાજિત કિંમત કરતાં 45 ટકા વધુ હતા. રિ-ટેન્ડરિંગ પછી કિંમતો ઘટીને 35 ટકા થઈ ગઈ છે. તેથી આ ત્રીજું ટેન્ડર છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.