Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 26°C

સાઉથના સ્ટાર થલાપતિ વિજયની રાજકારણમાં જોડાવાની અટકળો

સાઉથના સ્ટાર થલાપતિ વિજયની રાજકારણમાં જોડાવાની અટકળો

સાઉથનો લોકપ્રિય એક્ટર થલાપતિ વિજય રાજકારણમાં જોડાવા વિશે વિચારી રહ્યો છે. જોકે, તે આ અંગે આખરી નિર્ણય હવે એક લાંબા બ્રેક દરમિયાન લેશે.

થલાપતિ વિજયની ‘લિઓ’ ફિલ્મનું શૂટિંગ હાલ ચાલુ છે. તે પછી તે ‘થલાપતિ ૬૮’ ફિલ્મ શરુ કરશે. તેનું શૂટિંગ પૂર્ણ થયા બાદ તે છ મહિના લાંબો બ્રેક લઈ પોતાની જિંદગીનો આગળનો માર્ગ વિચારશે.

વિજય બ્રેક દરમિયાન નક્કી કરશે કે તેણે ભવિષ્યમાં ક્યા પ્રકારની ફિલ્મો કરવી છે, કેટલી માત્રામાં કરવી છે, ઉપરાંત ફિલ્મો ને બાદ કરતાં રાજકારણમાં ઝંપલાવવાનો આ યોગ્ય સમય છે કે નહીં.

થલાપતિ વિજયની એક ફેન કલબ વજય મક્કલ ઇયક્કમના નામે ઓળખાય છે. આ કલબ વિવિધ રીતે રાજકીય પાર્ટીઓ સાથે પણ જોડાયેલી છે. વિજય પણ આ ફેન કલબની ઓફિસે વારંવાર આવતો-જતો રહે છે. તેને ફેન મીટ તરીકે ગણવામાં આવે છે. તેમાં વિજય રાજકારણમાં જોડાવાની ચર્ચાઓ થતી હોવાનું કહેવાય છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.