અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા સાથે સાથે આવક અને ઈંધણનું નવું સ્ત્રોત ઉભું કરવા માટે Ahmedabad Municipal Corporation (AMC)એ અનોખી પહેલ શરૂ કરી છે. શહેરના ઢોર અંકુશ વિભાગ Cattle Nuisance Control Department દ્વારા ગાય અને ભેંસના છાણમાંથી ‘ગોબર સ્ટિક’ તૈયાર કરવામાં આવી રહી છે, જે રાંધણ ગેસનો સસ્તો અને પર્યાવરણમિત્ર વિકલ્પ બની શકે છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં રખડતા ઢોરના છાણનો યોગ્ય ઉપયોગ કરીને સ્વચ્છતા જાળવવી અને સાથે ઊર્જા વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવવાનો છે.
CNCD વિભાગ દ્વારા તૈયાર થઈ રહી ગોબર સ્ટિક
AMCના CNCD વિભાગ દ્વારા અત્યાર સુધીમાં આશરે 1000 કિલો જેટલી ગોબર સ્ટિક તૈયાર કરવામાં આવી છે. ખાસ મશીનોની મદદથી બનાવવામાં આવતી આ સ્ટિક લાકડા કે કોલસાની જેમ લાંબા સમય સુધી સળગી શકે છે અને પરંપરાગત બળતણની તુલનામાં ઓછું પ્રદૂષણ ફેલાવે છે. આ સ્ટિકનો ઉપયોગ ખાસ કરીને મોટા પાયે રસોઈ થતી જગ્યાઓ માટે વધુ અસરકારક માનવામાં આવી રહ્યો છે.
રેસ્ટોરન્ટ અને સંસ્થાઓમાં વધી રહી માંગ
આ અનોખા બળતણ વિકલ્પ વિશે માહિતી મળતા જ શહેરની અનેક રેસ્ટોરન્ટ્સ, હોસ્ટેલના રસોડા અને મોટી ધાર્મિક સંસ્થાઓ તરફથી તેની માંગ વધવા લાગી છે. અત્યાર સુધીમાં લગભગ 350 કિલો જેટલી ગોબર સ્ટિક માટે ઓર્ડર પણ મળ્યા હોવાનું AMCના સૂત્રોએ જણાવ્યું છે. મોટા પાયે રસોઈ કરતા એકમો માટે ગેસ સિલિન્ડરની તુલનામાં આ સ્ટિક વધુ સસ્તી અને અસરકારક સાબિત થઈ શકે છે.
સ્વચ્છતા સાથે આવકનું નવું સ્ત્રોત
AMCના અધિકારીઓના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટથી શહેરમાં રખડતા ઢોરના છાણના યોગ્ય નિકાલ સાથે સ્વચ્છતા જાળવવામાં મદદ મળશે, સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આવકનું નવું સ્ત્રોત પણ ઉભું થશે. ઉપરાંત આ પ્રકારનું બાયો-ફ્યુઅલ પર્યાવરણને અનુકૂળ હોવાથી ભવિષ્યમાં તેનો ઉપયોગ વધુ વિસ્તૃત કરવામાં આવશે.
આ પહેલ શહેરમાં વૈકલ્પિક ઊર્જા સ્ત્રોત અને કચરાના પુનઃઉપયોગ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે, જે ભવિષ્યમાં અન્ય શહેરો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel