કોંગ્રેસ નેતા પવન ખેડા દ્વારા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને તેમની પત્ની પર ફર્જી દસ્તાવેજોના આધારે આરોપ લગાવ્યા બાદ હવે મામલો વધુ ગરમાયો છે.
મંગળવારે (7 એપ્રિલ) આસામ પોલીસની એક ટીમ દિલ્હી સ્થિત પવન ખેડાના નિવાસસ્થાને પહોંચી હતી, જોકે તે સમયે ખેડા ત્યાં હાજર નહોતા. પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.
CMનો કડક સંદેશ
આ મામલે હિમંતા બિસ્વા સરમા એ કડક પ્રતિક્રિયા આપતાં કહ્યું કે પવન ખેડા પાયાવિહોણા આરોપો લગાવીને બચી શકશે નહીં.
તેમણે ચેતવણી આપી કે “પાતાળમાંથી પણ શોધી કાઢીશું અને પૂછીશું કે આ દસ્તાવેજો ક્યાંથી આવ્યા.”
#WATCH | Jorhat | On Congress leader Pawan Khera, Assam CM Himanta Biswa Sarma says, "Before levelling an allegation, he should have asked the foreign minister. Kharge ji has aged, yet he speaks like a madman. Assam Police can find and bring people from 'pataal' as well. I… pic.twitter.com/EgIOsIFcuv
— ANI (@ANI) April 7, 2026
ખડગેની માંગ અને CMનો જવાબ
આ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે વિદેશ મંત્રાલયે આ સમગ્ર મામલે તપાસ કરવી જોઈએ।
તેના જવાબમાં CM સરમાએ કહ્યું કે, “ખડગે વરિષ્ઠ નેતા છે, પરંતુ તેઓ પાગલો જેવી વાત કરે છે. જો તમને સત્યની ખબર નહોતી તો પહેલા વિદેશ મંત્રાલય પાસે માહિતી મેળવવી જોઈએ.”
તેમણે વધુમાં કહ્યું કે, “લોકોને બદનામ કર્યા પછી તપાસની વાત કરવી યોગ્ય નથી.”
રાજકીય આક્ષેપો વધુ તીવ્ર
CM સરમાએ વધુમાં આક્ષેપ કર્યો કે આ મામલે મોટા નેતાઓની ભૂમિકા હોઈ શકે છે. તેમણે કહ્યું કે આ કેસ આગળ વધી શકે છે અને દસ્તાવેજો ક્યાંથી આવ્યા તેની સંપૂર્ણ તપાસ થશે.
આ નિવેદન બાદ રાજકીય તણાવ વધુ વધી ગયો છે.
ઐતિહાસિક સંદર્ભ સાથે સંદેશ
હિમંતા બિસ્વા સરમા એ કહ્યું કે આસામ કોઈથી ડરતું નથી અને રાજ્યની ઐતિહાસિક પરંપરા મજબૂત છે. તેમણે લચિત બોરફૂકનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આસામે અનેક વખત આક્રમણોનો સામનો કર્યો છે અને હંમેશા મજબૂત રીતે ઉભું રહ્યું છે.
રાજકીય માહોલ ગરમાયો
આ સમગ્ર ઘટનાએ દેશના રાજકીય માહોલને ગરમાવી દીધો છે. એક તરફ કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ આસામ સરકાર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ મામલો હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel