Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 24°C

ગાંધીનગર લોકસભા બેઠક માટે અમિત શાહે વિજય મુહૂર્તમાં ભર્યુ ઉમેદવારી ફોર્મ

ગાંધીનગર લોકસભા બેઠક માટે અમિત શાહે વિજય મુહૂર્તમાં ભર્યુ ઉમેદવારી ફોર્મ

ગાંધીનગર લોકસભા બેઠક માટે અમિત શાહે આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ છે.ગૃહપ્રધાન અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહે ગઇકાલે તેમના લોકસભા મત વિસ્તારમાં રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. અમિત શાહે ગઈકાલો વિધાનસભાની 7 બેઠક પર મેગા રોડ શો કર્યો હતો.

વેજલપુરની જાહેર સભામાં અમિત શાહનો હુંકાર

ગઇકાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રોડ શો થકી અમદાવાદમાં ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. અમિત શાહે 10 કલાકમાં લગભગ તેમની તમામ વિધાનસભા બેઠકો પર મેગા રોડ શો થકી શક્તિ પ્રદર્શન યોજ્યું હતુ. સવારે સાણંદમાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ અમિત શાહે સાંજે રાણીપથી બીજો રોડ શો યોજ્યો. જે ઘાટલોડિયા, નારણપુરા થઇને વેજલપુર સુધી યોજાયો. અમિત શાહે વેજલપુરમાં જાહેર સભાને સંબોધિત કરી.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.