Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 34°C

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દ્વારકાધીશના ચરણોમાં ઝુકાવ્યું શીશ, પૂજા કરી આશીર્વાદ મેળવ્યા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દ્વારકાધીશના ચરણોમાં ઝુકાવ્યું શીશ, પૂજા કરી આશીર્વાદ મેળવ્યા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. બે દિવસના કાર્યક્રમ દરમિયાન અનેક વિકાસ કાર્યના લોકાર્પણ, ખાતમુહૂર્ત ઉપરાંત અનેક કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ત્યારે પ્રવાસના પ્રથમ દિવસે અમિત શાહ દેવભૂમિ દ્વારકાની મુલાકાતે પહોંચ્યાં હતા.

જ્યાં અમિત શાહે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવી દર્શન કર્યા. અમિત શાહે ભગવાન દ્વારકાધીશની પાદુકાનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યાં હતા અને લોકોના સારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.

અમિત શાહ ગાંધીનગરમાં પોતાના સંસદીય મત વિસ્તારમાં એક નવી પહેલ શરૂ કરવાના છે. આ પહેલમાં તેઓ બોરીજ ખાતે પ્રાથમિક શાળામાં જરૂરિયાતમંદ બાળકોને રમકડાનું વિતરણ કરશે. અમિત શાહના હસ્તે સાંજે 6 વાગે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. રાત્રે 8 વાગે તેઓ ગાંધીનગરમાં આયોજિત પ્રીમિયર લીગમાં ઉપસ્થિત રહેશે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.