Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 36°C

નવા પાસપોર્ટ માટેની અરજી પણ સબમિટ કરી શકાશે, પાસપોર્ટ ઓફિસ સુધી ધક્કો ખાવો નહીં પડે અને સમય બચશે

નવા પાસપોર્ટ માટેની અરજી પણ સબમિટ કરી શકાશે, પાસપોર્ટ ઓફિસ સુધી ધક્કો ખાવો નહીં પડે અને સમય બચશે

અગાઉ લાઈટ બિલ ભરવા માટે જેમ હરતી ફરતી કલેક્શન વેન જોવા મળતી હતી તે રીતે અમદાવાદમાં પ્રથમ વખત જ હરતી ફરતી પાસપોર્ટ સેવા માટેની સર્વિસ એક્સેલન્સ વેન શરૂ થશે. આને લીધે લોકોએ પાસપોર્ટ સેવા કેન્દ્ર સુધી લાંબા થવું પડશે નહીં અને સમયની પણ બચત થશે. સિનિયર સિટીઝન માટે આ વેન સૌથી વધુ ઉપયોગી પુરવાર થશે. પાસપોર્ટ વેનમાં પાસપોર્ટ કચેરીનો એક અનુભવી કર્મચારી તેમજ એક ટીસીએસ હાજર રહેશે. વેનમાં જ બેઠેલા કર્મચારી પાસપોર્ટ માટે અરજી કરનારા લોકોના દસ્તાવેજનું સ્કેનિંગ તેમજ વેરિફિકેશન કરશે. આ ઉપરાંત ફિંગરપ્રિન્ટ અને ફોટોગ્રાફ સહિતની પ્રક્રિયા પણ અહીં જ પૂરી કરાશે.

પાસપોર્ટ વૈનમાં પાસપોર્ટ કચેરીનો એક અનુભવી કર્મચારી તેમજ એક ટીસીએસ હાજર રહેશે. વેનમાં જ બેઠેલા કર્મચારી પાસપોર્ટ માટે અરજી કરનારા લોકોના દસ્તાવેજનું સ્કેનિંગ તેમજ વેરિફિકેશન કરશે. આ ઉપરાંત ફિંગરપ્રિન્ટ અને ફોટોગ્રાફ સહિતની પ્રક્રિયા પણ અહીં જ પૂરી કરાશે. જો કે, ફાઈલ પાસપોર્ટ ઓફિસના ગ્રાન્ટિંગ ઓફિસર મંજૂર કરશે. આઈટી કંપની ટીસીએસે બનાવેલી આ પાસપોર્ટ વેનને કેવી રીતે ચલાવવી તે અંગે ટૂંક સમયમાં એસઓપી ઘડાયા પછી અમદાવાદ રિજનલ પાસપોર્ટ તેને ખુલ્લી મુકશે.

વિદેશ મંત્રાલયે તૈયાર કરેલા પાઈલટ પ્રોજેક્ટ હેઠળ દેશમાં ચંદીગઢ અને પૂણે બાદ અમદાવાદમાં આ હરતીફરતી પાસપોર્ટ વેન સેવા શરૂ કરાશે. ગુજરાતમાં આ સેવા સૌ પ્રથમ હશે. લોકો આ સુવિધાથી માહિતીગાર થાય તે માટે લગભગ એક મહિનો વેન રિજનલ પાસપોર્ટ કચેરી ખાતે ઊભી રાખવામાં આવશે. અમદાવાદ ઉપરાંત આસપાસના જે ગ્રામ્ય વિસ્તારોમાંથી પાસપોર્ટની વધુ અરજીઓ આવતી હોય ત્યાં વેન ફરતી રહેશે. ઓનલાઈન એપ્લિકેશનમાં વૈઈટિંગ વધી જાય ત્યારે આ વેન ઉપયોગી થશે. સફળતાને આધારે રાજ્યમાં અન્ય સ્થળે આ સુવિધા શરૂ કરાશે.

પાઈલટ પ્રોજેક્ટ તરીકે એક મહિનો ગુલબાઈ ટેકરા ખાતેની ઓફિસે મુકાશે

પાસપોર્ટ કેન્દ્રો નથી તેવા વિસ્તારો માટે ઉપયોગી પુરવાર થશે

મીઠાખળી, વિજય ચાર રસ્તા એમ બે પાસપોર્ટ સેવા કેન્દ્ર કાર્યરત છે પરંતુ અમદાવાદની આસપાસનાં ગામડાંમાં એવા ઘણા વિસ્તારો છે જ્યાં પોસ્ટ પાસપોર્ટ સેવા કેન્દ્રની સુવિધા મળવી મુશ્કેલ છે તેવી જગ્યા પર આ વેન કાર્યરત રહેશે.

ઓનલાઈન અરજી કરતી વખતે વેનનો વિકલ્પ આપી દેવાશે

પાસપોર્ટ ઓફિસ દ્વારા હરતીફરતી પાસપોર્ટ સર્વિસ વાન શરૂ કરાશે. જેથી અરજદારોને સેવા કેન્દ્ર સુધી લાંબા નહીં થવું પડશે.

પાસપોર્ટની ઓનલાઇન એપોઈમેન્ટ બુક કરતી વખતે પાસપોર્ટ સેવા કેન્દ્રની સાથે પાસપોર્ટ વેનનો પણ વિકલ્પ અપાશે. વાન કથા વિસ્તારમાં કેટલા વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે તે વિસ્તારમાં એપોઈમેન્ટ બુક કરતાં અરજદારોએ વેનનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.