Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 25°C

અમદાવાદના સાબરમતીમાં એશિયાનું સૌથી આધુનિક રેલવે કમાન્ડ કંટ્રોલરુમ બનાવાયો, ગુડ્ઝ ટ્રેન હવે વિક્ષેપ વિના દોડશે

અમદાવાદના સાબરમતીમાં એશિયાનું સૌથી આધુનિક રેલવે કમાન્ડ કંટ્રોલરુમ બનાવાયો, ગુડ્ઝ ટ્રેન હવે વિક્ષેપ વિના દોડશે

અમદાવાદના સાબરમતીમાં કેન્દ્રીય રેલવે મંત્રાલયે એશિયાનો સૌથી આધુનિક કમાન્ડ કંટ્રોલરૂમ બનાવ્યુ છે. રેલવે કોલોની પાસે આ DFCCIL કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે.

સમગ્ર પશ્ચિમ ભારતની માલસામાન ટ્રેનનું કંટ્રોલરૂમમાંથી સંચાલન થશે. આ કંટ્રોલ રુમ 24 કલાક કામ કરે તેવો બનાવાયો છે. આ સેન્ટર ગુડ્સ ટ્રેનને સ્પીડ પાવર આપશે. સાથે જ અકસ્માત ન થાય તેનું અને અન્ય સુરક્ષા બાબતનું પણ ધ્યાન રખાશે.

કંટ્રોલ રૂમ પર 70 મીટર લાંબી વીડિયો વોલ સાથે કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યુ છે. કંટ્રોલ રૂમ મારફતે ગુડ્ઝ ટ્રેન મેનેજમેન્ટ એક જ જગ્યાએથી થશે. ગુડ્ઝ ટ્રેન હવે વિક્ષેપ વિના દોડશે.

ઈસ્ટર્ન કોરિડોરની લિંક પણ હશે સમગ્ર કેન્દ્ર 3 એકરમાં ફેલાયેલું છે. દિલ્હીથી મુંબઈની માલસામાનની ટ્રેન પહેલા ત્રણ દિવસનો પહોંચવામાં સમય લેતી હતી, હવે તે માત્ર એક જ દિવસમાં પહોંચી જશે.

આગામી પાંચ વર્ષમાં રેલવે માલસામાન 1500 મિલિયન ટનથી વધીને 3000 મિલિયન ટન થશે.કન્ટેનર કોર્પોરેશન સાથે વડોદરા સાણંદ, દિલ્હીમાં મલ્ટી લોજિસ્ટિક પાર્ક સ્થાપશે. કેન્દ્રીય રેલવે મંત્રી કંટ્રોલ રૂમની જલ્દી શરૂઆત કરે તેવી શકયતા છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.