Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

‘દેશમાં નોનવેજ આરોગવા પર પ્રતિબંધ મૂકો…’ શત્રુઘ્ન સિન્હાએ UCCને પણ કર્યું સમર્થન

‘દેશમાં નોનવેજ આરોગવા પર પ્રતિબંધ મૂકો…’ શત્રુઘ્ન સિન્હાએ UCCને પણ કર્યું સમર્થન

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ શત્રુઘ્ન સિંહાએ સમાન નાગરિક સંહિતા (UCC) ની પ્રશંસા કરી. એટલું જ નહીં તેમણે દેશભરમાં નોનવેજ ખોરાક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતાં કહ્યું કે દેશભરમાં નોનવેજ ખોરાક પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. દેશભરમાં માત્ર બીફ જ નહીં પરંતુ સામાન્ય રીતે તમામ પ્રકારના નોનવેજ ખોરાક પર બૅન મૂકવામાં આવે.

યુસીસીની ખામીઓ દૂર કરો: ટીએમસી સાંસદ

શત્રુઘ્ન સિંહાએ કહ્યું, “પ્રથમ નજરે ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતાનો અમલ પ્રશંસનીય છે. દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવી જોઈએ અને મને ખાતરી છે કે બધા મારી સાથે સહમત થશે, પરંતુ તેમાં ઘણી ખામીઓ છે.” ટીએમસી સાંસદે કહ્યું કે , “સમસ્યા એ છે કે જે નિયમો ઉત્તર ભારતમાં લાગુ કરી શકાય છે તે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં લાગુ કરી શકાતા નથી. યુસીસીની જોગવાઈઓનો મુસદ્દો તૈયાર કરતા પહેલા સર્વપક્ષીય બેઠક યોજવી જોઈએ.”

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.