ફરી એક વખત બાંગ્લાદેશમાં કટ્ટરપંથી હિંસાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. કટ્ટરપંથી નેતા ઉસ્માન હાદીનાં મોત બાદ ઇસ્લામવાદી તત્વો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને 18 ડિસેમ્બર, 2025ના રોજ તેમના અવસાનના સમાચાર મળતા જ ઢાકામાં મોટા પાયે હિંસક પ્રદર્શનો શરૂ થયા.
આ દરમિયાન કટ્ટરપંથી ટોળાંએ ડેઇલી પ્રોથોમ આલો અને ડેઇલી સ્ટાર જેવા અગ્રણી અખબારોની ઓફિસોને નિશાન બનાવી, ભારે તોડફોડ કરી અને ઇમારતોને આગ ચાંપી દીધી. ઉસ્માન હાદીને 12 ડિસેમ્બર, 2025ના રોજ ઢાકાના બીજોયનગર વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી હતી, ત્યારબાદ તેને સારવાર માટે સિંગાપુર ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 18 ડિસેમ્બરે તેનું મોત થયું. તેના અવસાન બાદ ભડકી ઊઠેલી હિંસામાં પત્રકારો પર હુમલાઓ થયા, મીડિયા હાઉસોને આગ લગાવવામાં આવી અને તેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે વાયરલ થયા, જેમાં આગની જ્વાળાઓ અને ઘન ધુમાડો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
#BREAKING: Angry students set fire, vandalized Dhanmondi 32 in Dhaka. This is the ancestral place of Sheikh Mujibur Rehman. This location was attacked at least three times before and completely gutted and ransacked. Reports of attacks on Awami League offices across Bangladesh. pic.twitter.com/5uCxZcN02m
— Aditya Raj Kaul (@AdityaRajKaul) December 18, 2025
ઢાકાના ધનમંડી-32 વિસ્તારમાં સ્થિત શેખ મુજીબુર રહેમાનના ઐતિહાસિક ઘર પર પણ ફરી એકવાર તોડફોડ કરી આગ લગાવવામાં આવી, જ્યારે ચિત્તાગોંગના ભૂતપૂર્વ મેયર મોહિઉદ્દીનના ઘરને પણ આગના હવાલે કરવામાં આવ્યું. આ હિંસા દરમિયાન ભારતવિરોધી સૂત્રોચ્ચારો સંભળાયા હોવાના અહેવાલો છે અને ઢાકામાં આવેલા ભારતીય દૂતાવાસ પર પથ્થરમારો પણ થયો હતો, જ્યારે રાજશાહી અને ચિત્તાગોંગમાં પણ હુમલાઓની ઘટનાઓ સામે આવી છે.
નોંધનીય છે કે ભારતે સ્થિતિની ગંભીરતા અગાઉથી જ આંકી હતી અને 17 ડિસેમ્બરે બાંગ્લાદેશના હાઈકમિશનરને તાત્કાલિક સમન્સ કરીને દિલ્હી બોલાવી, ભારતવિરોધી કટ્ટરપંથી ગતિવિધિઓ અંગે ચિંતા વ્યક્ત કરી અને ભારતીય દૂતાવાસો, કચેરીઓ તથા સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે, બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે ઇન્કિલાબ મંચાના પ્રવક્તા ઉસ્માન હાદીનાં મૃત્યુને પગલે 20 ડિસેમ્બર, 2025ના રોજ રાષ્ટ્રીય શોક જાહેર કરવાની જાહેરાત કરી છે, જેનાથી દેશમાં રાજકીય અને સામાજિક તણાવ વધુ ઘેરો બન્યો હોવાનું સ્પષ્ટ થાય છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel