Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 34°C

US-ભારત ટ્રેડ ડીલનો મોટો ફાયદો : હીરા-ફાર્મા પર ઝીરો ટેરિફ, ખેડૂતોના હિતોને પ્રાથમિકતા

US-ભારત ટ્રેડ ડીલનો મોટો ફાયદો : હીરા-ફાર્મા પર ઝીરો ટેરિફ, ખેડૂતોના હિતોને પ્રાથમિકતા

અમેરિકા અને ભારત વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વેપાર ચર્ચાઓને મોટી સફળતા મળતાં વ્હાઇટ હાઉસે શનિવારે (7 ફેબ્રુઆરી) મોડી રાત્રે બંને દેશો વચ્ચે વચગાળાની ટ્રેડ સમજૂતી માટેના ફ્રેમવર્કની જાહેરાત કરી છે. લગભગ એક વર્ષ સુધી ચાલેલી વાટાઘાટો બાદ આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે, જેને દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં એક નવા અધ્યાય તરીકે જોવામાં આવી રહ્યું છે. આ અંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે પ્રેસ કોન્ફરન્સ કરીને ટ્રેડ ડીલની મુખ્ય વિગતો જાહેર કરી હતી.

ખેડૂતો અને ડેરી સેક્ટરના હિતોને પ્રાથમિકતા

પિયૂષ ગોયલે જણાવ્યું કે ટ્રેડ ડીલ દરમિયાન ભારતે પોતાના સંવેદનશીલ ક્ષેત્રો, ખાસ કરીને ખેડૂતો અને ડેરી ઉદ્યોગના હિતોને સુરક્ષિત રાખ્યા છે. સરકારનું મુખ્ય ધ્યાન ભારતીય ખેડૂતોને નુકસાન ન થાય તેવા શરતો સાથે વેપાર વિસ્તરણ પર રહ્યું છે. તેમણે જણાવ્યું કે આ સમજૂતીથી ભારતીય કૃષિ ઉત્પાદકો માટે અમેરિકન બજારમાં નવી તકો ઊભી થશે.

ભારતીય નિકાસકારો માટે ખુલશે $30 ટ્રિલિયનનું અમેરિકન બજાર

વાણિજ્ય મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તૈયાર થયેલું આ ફ્રેમવર્ક ભારતીય નિકાસકારો માટે લગભગ $30 ટ્રિલિયનના વિશાળ અમેરિકન બજાર સુધી પહોંચ સુલભ બનાવશે. આ પગલું ખાસ કરીને MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને માછીમારો માટે મોટા લાભરૂપ સાબિત થઈ શકે છે. ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્ય તરફ આ ઐતિહાસિક નિર્ણય મહત્વપૂર્ણ ગણાયો છે.

અનેક ઉત્પાદનો પર 0% ડ્યુટી, નિકાસ સ્પર્ધાત્મકતા વધશે

નવી સમજૂતી મુજબ રત્ન અને ઘરેણાં, હીરા, ફાર્માસ્યુટિકલ્સ અને ભારતમાં બનેલા સ્માર્ટફોન જેવા મુખ્ય ક્ષેત્રોને અમેરિકામાં ડ્યુટી-મુક્ત ઍક્સેસ મળશે. ગોયલે જણાવ્યું કે આ પગલાથી ભારતીય ઉત્પાદનોની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને નવી ગતિ મળશે.

કૃષિ અને ફૂડ પ્રોડક્ટ્સને પણ મળશે મોટો લાભ

ટ્રેડ ડીલ અંતર્ગત ચા, મસાલા, કોફી, કેરી, નાળિયેર તેલ, વનસ્પતિ મીણ, સોપારી, બ્રાઝિલ બદામ, ચેસ્ટનટ અને વિવિધ ફળો-શાકભાજી સહિત અનેક કૃષિ ઉત્પાદનો અમેરિકામાં ડ્યુટી વગર નિકાસ કરી શકાશે. ઉપરાંત અનાજ, જવ, બેકરી પ્રોડક્ટ્સ, કોકો ઉત્પાદનો, તલના બીજ, ખસખસ અને સાઇટ્રસ ફળોના રસને પણ પારસ્પરિક ડ્યુટીમાંથી મુક્તિ મળશે.

ભારત-અમેરિકા વેપાર સંબંધોમાં નવો માઈલસ્ટોન

વિશેષજ્ઞોના મતે, આ ટ્રેડ ફ્રેમવર્ક ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક સહયોગને વધુ મજબૂત બનાવશે અને દ્વિપક્ષીય વેપાર વધારવામાં મદદરૂપ બનશે. ફેબ્રુઆરી 2025માં શરૂ થયેલી ચર્ચાઓ બાદ મળેલી આ સફળતા ભવિષ્યમાં સંપૂર્ણ ટ્રેડ એગ્રીમેન્ટ માટેનો આધાર બની શકે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.