Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 31°C

ટ્રમ્પને મોટો ઝટકો, અરબ દેશો ગાઝા અંગેનો પ્લાન સ્વીકારવા તૈયાર નથી, જોર્ડને ખરીખોટી સંભળાવી

ટ્રમ્પને મોટો ઝટકો, અરબ દેશો ગાઝા અંગેનો પ્લાન સ્વીકારવા તૈયાર નથી, જોર્ડને ખરીખોટી સંભળાવી

તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા પ્લેન રજુ કર્યો હતો. જેને લઈને અરબ દુનિયાએ તીખી પ્રતિક્રિયા આપી છે. અરબ લીગના મહાસચિવ અહમદ અબુલ ગેતે દુબઈમાં યોજાયેલી વર્લ્ડ ગવર્મેન્ટ સમિટમાં કહ્યું હતું કે, ‘પેલેસ્ટિનિયનોને ગાઝા અને વેસ્ટ બેંકમાં વિસ્થાપિત કરવા એ અરબ દેશોને અસ્વીકાર્ય છે. અરબ દુનિયા છેલ્લા 100 વર્ષથી આ વિચાર સામે લડતા રહી છે.’ આ સિવાય જોર્ડનના કિંગ અબ્દુલ્લા દ્રિતીયએ પણ ટ્રમ્પને સાથે બેઠકમાં જણાવ્યું હતું કે, ‘મારો દેશ પેલેસ્ટિનિયનોને વિસ્થાપિત કરવા અંગેના કોઈ પણ પ્રયાસને સ્વીકારશે નહીં. અમે માનવીય આધારે 2000 બિમાર બાળકોને શરણ આપીશું.’

અરબ દેશોને ટ્રમ્પનો ગાઝા પ્લાન નામંજૂર 

કિંગ અબ્દુલ્લા દ્રિતીયનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જયારે ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા પર અમેરિકા નિયંત્રણ મેળવી શકે છે તેવું નિવેદન આપ્યું હતું અને ત્યાં એક પ્રવાસન સ્થળ બનાવવાની વાત કહી હતી. આ વાત પેલેસ્ટિનિયનોને પોતાના જ ઘરમાંથી બહાર કાઢી નાખવા માટેની છે. જે અરબ દેશોને કોઈ પણ સંગોજોમાં સ્વીકાર્ય નથી. ટ્રમ્પે બેઠકમાં કિંગ અબ્દુલ્લાને કહ્યું હતું કે, ‘અમે ગાઝા પર નિયંત્રણ મેળવીશું અને તેને જાળવી રાખીશું. જો કે, હું વ્યક્તિગત રીતે ત્યાં કોઈ રિયલ એસ્ટેટમાં રોકાણ કરીશ નહીં.’

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.