Skip to content
બુધવાર, નવેમ્બર 4, 2026 Ahmedabad 27°C

આજથી H-1B વિઝામાં મોટો ફેરફાર, જાણી લો ભારતીયો પર શું થશે અસર…

આજથી H-1B વિઝામાં મોટો ફેરફાર, જાણી લો ભારતીયો પર શું થશે અસર…

ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો અમેરિકામાં H-1B વિઝા પર કામ કરે છે. આ લોકો માટે મોટા સમાચાર છે. આજથી તેમાં મોટો ફેરફાર થયો છે. ફોરેને લેબર એક્સેસ ગેટવે (FLAG) પોર્ટલ અમેરિકન કંપનીઓને યોગ્ય કર્મચારીઓને શોધવામાં મદદ કરે છે. તેમાં H-1B,H-1B1, H-2A, H-2B, E-3 વિઝા અને પરમેનેન્ટ લેબર સર્ટિફિકેશન એપ્લિકેશન પણ સ્ટોર કરવામાં આવે છે. આ પોર્ટલ પરથી વિદેશી કામદારોના રેકોર્ડ ડિલીટ કરવામાં આવી રહ્યા છે.

શ્રમ રોજગાર અને ટ્રેનિંગ એડમિનિસ્ટ્રેશન, ઓફિસ ઓફ ફોરેન લેબર સર્ટિફિકેશન (OFLC) દ્વારા વિવિધ લોકોને 20 માર્ચની મધરાતથી જ FLAG સિસ્ટમથી રેકોર્ડ ડિલીટ કરવામાં આવશે તેમ જણાવ્યું છે. OLFC એ તેને લાગુ કરવા અંગે નોટિસ પણ બહાર પાડી છે. જે મુજબ 5 વર્ષથી જૂના તમામ રેકોર્ડ ડિલીટ કરવામાં આવશે. જો કોઈ અમેરિકન કંપની પાસે FLAG સિસ્ટમમાં અંતિમ તારીખથી 5 વર્ષ જૂના રેકોર્ડ હોય તો આવા કિસ્સામાં આજે મધરાત પuaહેલા ડાઉનલોડ કરવા જણાવાયું છે. રેકોર્ડને ડિલીટ કરવાનો નિર્ણય FLAG સિસ્ટમમાં નોંધાયેલી અંતિમ તારીખ પર થશે. જેમકે 21 માર્ચ, 2020ની અંતિમ તારીખ વાળા રેકોર્ડ 21 માર્ચ, 2025ના રોજ ડિલીટ કરવામાં આવશે.

અમેરિકામાં કામ કરવા માંગતા વિદેશી કુશળ કામદારો માટે H-1B વિઝા સિસ્ટમ મુખ્ય માર્ગ છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ પ્રક્રિયાને વધુ પારદર્શક અને અસરકારક બનાવવા માટે નવી સિસ્ટમ લાગુ કરી રહ્યા છે.

યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) એ H-1B વિઝા પ્રક્રિયામાં ફેરફારોની જાહેરાત કરી છે, જે 17 જાન્યુઆરી, 2025 થી અમલમાં આવી છે. આ ફેરફારોનો ઉદ્દેશ વિઝા પ્રક્રિયામાં ન્યાયસંગતતા અને પારદર્શકતા વધારવાનો છે.

મુખ્ય ફેરફારો:

  • એક જ એન્ટ્રી લોટરી સિસ્ટમ: હવે, દરેક અરજદાર માટે માત્ર એક જ અરજી સબમિટ કરી શકશે, જેનાથી નોકરીદાતાઓ દ્વારા એક જ વ્યક્તિ માટે એકથી વધુ અરજી સબમિટ કરવાની પ્રથા બંધ થશે. આ પગલું તમામ અરજદારો માટે સમાન તક સુનિશ્ચિત કરે છે.

    ‘સ્પેશિયલ્ટી ઓક્યુપેશન’ ની વ્યાખ્યામાં કડકાઈ: H-1B વિઝા માટે લાયકાત મેળવવા માટેની વ્યવસાયોની વ્યાખ્યા વધુ સ્પષ્ટ અને કડક કરવામાં આવી છે, જેનાથી માત્ર યોગ્ય ઉમેદવારોને જ વિઝા મળે તે સુનિશ્ચિત થાય છે

નવી સિસ્ટમ અરજીઓને બદલે પાત્રતા ધરાવતાં લોકોની પસંદગી કરશે. ઉપરાંત એક જ વ્યક્તિ માટે થતી એકથી વધુ એન્ટ્રીને અટકાવશે. તેનાથી મોટી કંપનીઓને અગાઉની સિસ્ટમમાં જે ફાયદો થતો હતો તે દૂર થશે. ઉપરાંત રજિસ્ટ્રેશન ફી પણ 10 ડૉલરથી વધીને 215 ડૉલર થશે. અન્ય ફેરફારમાં USCIS ઉમેદવારોને ઓનલાઈન નોંધણી કરાવવાની જરૂર નહીં પડે. H-1B અરજી ફાઈલ કરતા પહેલા નોકરીદાતાએ નોંધણી કરાવવી પડશે. જે USCIS ને પ્રક્રિયા ઝડપી બનાવવામાં મદદ કરશે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.