પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષ વચ્ચે અલગાવવાદી સંગઠન બલોચ લિબરેશન આર્મી (BLA)એ ચોંકાવનારો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં વર્દીધારી કેટલાક લોકો પોતાને પાકિસ્તાની ફૌજી તરીકે ઓળખાવી રહ્યા છે અને પોતાની જાન બચાવવા માટે ગુહાર લગાવતા જોવા મળે છે.
ID કાર્ડ સાથે ઓળખનો દાવો
વીડિયોમાં જોવા મળતા ફૌજીઓ પોતાનું સત્તાવાર ઓળખપત્ર (ID કાર્ડ) પણ કેમેરા સામે રજૂ કરે છે. એક ફૌજી પોતે 15 ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટ સાથે સંકળાયેલ હોવાનું કહી રહ્યો છે. તેણે સવાલ કર્યો છે કે જ્યારે તેની પાસે સરકારી ઓળખપત્ર છે, ત્યારે પાકિસ્તાન સરકાર તેને પોતાનો જવાન માનવાનો ઇનકાર કેમ કરી રહી છે?
આ વીડિયો પાકિસ્તાન સરકારના તે દાવાઓને પડકારતો હોવાનું માનવામાં આવે છે, જેમાં કોઈ ફૌજી ગુમ અથવા કબજામાં હોવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
बलूच लिबरेशन आर्मी (BLA) का वीडियो वायरल!
पाकिस्तानी सैनिकों को रोते-गिड़गिड़ाते दिखाया, जीवन की भीख मांगते हुए, पाक आर्मी आईडी कार्ड दिखाकर।
दावा – फेल्ड मार्शल आसिम मुनीर ने उन्हें ब्रेनवॉश कर बलूच भाइयों से लड़ने भेजा और अब छोड़ दिया!#BLA #Balochistan #PakistanArmy… pic.twitter.com/Pe0DbXLljG
— One India News (@oneindianewscom) February 20, 2026
‘ઓપરેશન હેરોફ 2.0’ દરમિયાન પકડાયા હોવાનો દાવો
BLAના મીડિયા વિંગ ‘હક્કલ મીડિયા’ દ્વારા જાહેર કરાયેલા ફૂટેજમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ફૌજીઓ ‘ઓપરેશન હેરોફ 2.0’ દરમિયાન પકડાયા હતા. સંગઠને પાકિસ્તાન સરકારને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે.
BLAએ ચેતવણી આપી છે કે જો આ સમયગાળામાં કેદીઓની અદલાબદલી અંગે કોઈ નિર્ણય નહીં લેવાય, તો તેઓ કથિત ‘બલૂચ નેશનલ કોર્ટ’માં આ ફૌજીઓને સજા સંભળાવશે.
બલૂચિસ્તાન લાંબા સમયથી અલગાવવાદી હિંસક પ્રવૃત્તિઓ અને સુરક્ષા ઓપરેશનોના કારણે ચર્ચામાં રહ્યું છે. તાજેતરના આ વીડિયો બાદ પ્રદેશમાં તણાવ વધુ વધી શકે છે. નિષ્ણાતો માને છે કે આ ઘટનાથી પાકિસ્તાનની આંતરિક સુરક્ષા નીતિ અને બલૂચ મુદ્દે તેની રાજકીય સ્થિતિ પર પણ અસર પડી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel