Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 30°C

Border 2 : 2026નું સૌથી મોટું ગીત! ઘર કબ આઓગેનું ટીઝર જોઈ ફેન્સ થયા ઈમોશનલ

Border 2 : 2026નું સૌથી મોટું ગીત! ઘર કબ આઓગેનું ટીઝર જોઈ ફેન્સ થયા ઈમોશનલ

સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટીની બહુચર્ચિત ફિલ્મ બોર્ડર 2 હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે. 23 જાન્યુઆરી, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મે અત્યારથી જ દર્શકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે. સ્ટારકાસ્ટની ઝલક અને ટીઝર પછી હવે ફિલ્મના પ્રખ્યાત ગીત ‘ઘર કબ આઓગે’ના ટીઝરની રિલીઝ સાથે ઉત્સાહ વધુ વધી ગયો છે. આ ગીતની પહેલી ઝલક જોઈને જ દર્શકોને 1997ની ક્લાસિક ફિલ્મ બોર્ડરની યાદ તાજી થઈ ગઈ છે, જેમાં દેશભક્તિ, ત્યાગ અને ભાવનાત્મક જોડાણ સ્પષ્ટ રીતે અનુભવાય છે.

ફિલ્મ બોર્ડર 2ના ‘ઘર કબ આઓગે’ ગીતનું ટીઝર ટી-સિરીઝની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં ફિલ્મના મહત્વપૂર્ણ દૃશ્યોની ઝલક જોવા મળે છે. આ ગીતને ચાર દિગ્ગજ ગાયકો—સોનુ નિગમ, અરિજિત સિંહ, વિશાલ મિશ્રા અને દિલજીત દોસાંઝ—એ પોતાની અવાજથી જીવંત બનાવ્યું છે. દરેક ગાયકના અવાજમાં રહેલી ભાવના ગીતને વધુ હૃદયસ્પર્શી બનાવે છે. આ નવા સંસ્કરણમાં પણ મૂળ ગીત જેવી જ સંવેદના અને દેશપ્રેમની લાગણી અનુભવી શકાય છે, જે સાંભળનારના દિલને સ્પર્શે છે અને ક્લાસિક બોર્ડરના દિવસોની યાદ અપાવે છે.

ટીઝર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર દર્શકોની પ્રતિક્રિયા ખૂબ જ ઉત્સાહજનક રહી છે. ઘણા લોકો આ ગીતને 2026નું સૌથી મોટું ગીત ગણાવી રહ્યા છે. ખાસ કરીને સોનુ નિગમના અવાજે ફરી એકવાર લોકોને તે સમયની યાદ અપાવી દીધી છે, જ્યારે બોર્ડર રિલીઝ થતાં જ થિયેટરમાં લોકોની આંખોમાં આંસુ આવી જતા હતા. કેટલાક ચાહકોએ તો આ ગીતને ભારતીય સેનાનો આત્મા ગણાવ્યો છે. બોર્ડરનું પ્રખ્યાત ગીત ‘સંદેસે આતે હૈં’ આજે પણ પ્રજાસત્તાક દિવસ, સ્વતંત્રતા દિવસ અને આર્મી કેમ્પોમાં ગુંજતું રહે છે. હવે બોર્ડર 2માં ફરીથી તૈયાર કરાયેલ ‘ઘર કબ આઓગે’નું વર્ઝન દર્શકોના દિલમાં કેટલો ઊંડો પ્રભાવ છોડી જશે, તે જોવા માટે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.