સની દેઓલની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘બોર્ડર 2’ માટે ફેન્સમાં ઉત્સાહ શિખરે છે. રિલીઝ નજીક આવતા જ ફિલ્મને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. મેકર્સ સતત ગીતો, પોસ્ટર્સ અને અપડેટ્સ દ્વારા ફિલ્મનો હાઈપ વધારી રહ્યા છે. 15 જાન્યુઆરી, આર્મી ડેના અવસરે રિલીઝ કરાયેલા ટ્રેલરે તો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ટ્રેલર સામે આવતા જ ઓડિયન્સથી લઈને સેલેબ્સ સુધી સૌ કોઈ તેની પ્રશંસા કરી રહ્યું છે અને ફિલ્મ ટ્રેન્ડિંગમાં આવી ગઈ છે.
ટ્રેલર જોઈને ફિલ્મમેકર કરણ જોહર પણ પોતાને રોકી શક્યા નહીં. તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર Border 2નો ટ્રેલર શેર કરીને ફિલ્મની ભરપૂર પ્રશંસા કરી અને મોટી આગાહી પણ કરી. કરણ જોહરે લખ્યું કે, ‘બોર્ડર 2 બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે. ટ્રેલરે પોતાનું કામ શાનદાર રીતે કર્યું છે – ડ્રામેટિક, દેશભક્તિથી ભરપૂર અને ભાવનાત્મક.’ તેમણે ડિરેક્ટર અનુરાગ સિંહના કામની પણ વખાણ કરી અને કહ્યું કે તેઓ જબરદસ્ત ફોર્મમાં છે.
કરણ જોહરે ફિલ્મની સ્ટારકાસ્ટની પણ ખુલ્લેઆમ પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે સની દેઓલ પોતાની મેગા સ્ટાર પાવર સાથે દહાડતા નજર આવે છે, વરુણ ધવનની ખામોશી ખૂબ શક્તિશાળી છે અને તે અસરકારક રીતે ભાવનાઓ પહોંચાડે છે, જ્યારે દિલજીત દોસાંઝ શાનદાર અને ભાવુક લાગ્યા છે. સાથે જ અહાન શેટ્ટીની સ્ક્રીન પ્રેઝન્સને પણ તેમણે વખાણી. અંતમાં કરણે પ્રોડ્યુસર ભૂષણ કુમારને અભિનંદન પાઠવ્યા.
ઉલ્લેખનીય છે કે ‘બોર્ડર 2’ 1997માં આવેલી જે.પી. દત્તાની સુપરહિટ ફિલ્મ બોર્ડરનો સીક્વલ છે. ફિલ્મમાં સની દેઓલ, દિલજીત દોસાંઝ, વરુણ ધવન અને અહાન શેટ્ટી મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે મોના સિંહ, સોનમ બાજવા, આન્યા સિંહ અને મેધા રાણા સપોર્ટિંગ રોલમાં જોવા મળશે. ટ્રેલર પછી હવે ફેન્સ આતુરતાપૂર્વક ફિલ્મની રિલીઝનો ઈંતેજાર કરી રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom