કાશ્મીર ખીણમાં આતંકવાદ વિરોધી ઑપરેશન દરમિયાન ભારતીય સેનાના એક તાલીમબદ્ધ શ્વાને અદભૂત બહાદુરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભારતીય સેનાની સાથે કાર્યરત એસોલ્ટ ડોગ ‘ટાયસન’એ આતંકીઓ સુધી પહોંચવામાં સૈનિકોને મહત્વપૂર્ણ મદદ કરી. ગોળી વાગ્યા પછી પણ તેણે મિશન પૂર્ણ કર્યું, જેના કારણે સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે.
કિશ્તવાડમાં આતંકવાદ વિરોધી ઑપરેશન
માહિતી મુજબ કાશ્મીરના કિશ્તવાડ વિસ્તારમાં આતંકવાદીઓની ગતિવિધિ અંગે માહિતી મળ્યા બાદ સેનાએ વિશેષ શોધ અભિયાન શરૂ કર્યું હતું. આ ઑપરેશનનું નેતૃત્વ White Knight Corps દ્વારા કરવામાં આવ્યું હતું.
સુરક્ષાબળો લગભગ એક મહિના થી પાકિસ્તાનથી ઘૂસી આવેલા આતંકીઓને શોધી રહ્યા હતા. આ આતંકીઓ આતંકવાદી સંગઠન Jaish-e-Mohammed સાથે જોડાયેલા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
#𝗪𝗵𝗶𝘁𝗲𝗞𝗻𝗶𝗴𝗵𝘁𝗖𝗼𝗿𝗽𝘀 | #𝗢𝗽𝗧𝗿𝗮𝘀𝗵𝗶-𝗜 | #𝗕𝗿𝗮𝘃𝗲𝗵𝗲𝗮𝗿𝘁𝗧𝘆𝘀𝗼𝗻
𝗧𝗬𝗦𝗢𝗡 (𝗔𝗥𝗠𝗬 𝗔𝗦𝗦𝗔𝗨𝗟𝗧 𝗗𝗢𝗚) | 𝗨𝗣𝗗𝗔𝗧𝗘 | 𝗥𝗘𝗖𝗢𝗩𝗘𝗥𝗜𝗡𝗚 𝗪𝗘𝗟𝗟
In the recent 𝗼𝗽𝗲𝗿𝗮𝘁𝗶𝗼𝗻 𝗧𝗿𝗮𝘀𝗵𝗶-𝗜 at #𝗞𝗶𝘀𝗵𝘁𝘄𝗮𝗿, 𝗔𝘀𝘀𝗮𝘂𝗹𝘁 𝗗𝗼𝗴… pic.twitter.com/VHuoecm4V1
— White Knight Corps (@Whiteknight_IA) February 24, 2026
એસોલ્ટ ડોગ ‘ટાયસન’એ બતાવી બહાદુરી
ઑપરેશન દરમિયાન સેનાની ટુકડી જંગલ વિસ્તારમાં સર્ચ ઑપરેશન ચલાવી રહી હતી. તેમની સાથે તાલીમબદ્ધ જર્મન શેફર્ડ એસોલ્ટ ડોગ ‘ટાયસન’ પણ હતો. સર્ચ દરમિયાન ટાયસન આતંકીઓના છુપાયેલા ઠેકાણાં સુધી પહોંચી ગયો.
જ્યારે આતંકવાદીઓએ ટાયસનને જોયો ત્યારે તેમણે તેના પર ગોળીબાર શરૂ કરી દીધો. ગોળીબારમાંથી એક ગોળી તેના પગમાં વાગી હતી. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં ટાયસન પાછો ફર્યો નહીં અને પોતાની ફરજ બજાવતો રહ્યો. તેની મદદથી સેનાને આતંકવાદીઓની ચોક્કસ સ્થિતિ વિશે માહિતી મળી.
ટાયસનની સૂચના મળ્યા બાદ સેનાએ મોરચો સંભાળ્યો અને આતંકીઓ સામે કડક કાર્યવાહી કરી. સુરક્ષાબળોની કાર્યવાહીમાં ત્રણેય આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા. સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર ટાયસનની બહાદુરીને કારણે જ આ ઑપરેશન સફળ બન્યું.
ઘાયલ ટાયસનને એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં દાખલ
ગોળી વાગ્યા બાદ ટાયસનની તાત્કાલિક સારવાર માટે તેને એરલિફ્ટ કરીને ઉધમપુર સ્થિત આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે અને સેનાએ જણાવ્યું છે કે તે હવે ખતરા બહાર છે.
સેનાના જણાવ્યા અનુસાર, “ટાયસન ખરો યોદ્ધા છે. પગમાં ગોળી વાગ્યા છતાં તે અડગ રહ્યો અને પોતાના કર્તવ્ય પ્રત્યે અતૂટ સમર્પણ બતાવ્યું.”
ભારતીય સેનામાં આવા તાલીમબદ્ધ શ્વાનો અનેક મહત્વપૂર્ણ ઑપરેશનોમાં સૈનિકોને મદદ કરે છે. ઘણા પ્રસંગોએ આ શ્વાનો આતંકવાદ વિરોધી મિશનમાં પોતાના પ્રાણોનું બલિદાન પણ આપી ચૂક્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel












