વાલોડ તાલુકામાં શિક્ષણ જગતને લાંછન લગાડતી એક ઘટના સામે આવી છે. ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને લજવતી આ એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવતા એક વિધર્મી શિક્ષકે પોતાની પાસે ભણવા આવતી સગીરા સાથે શારીરિક અડપલાં કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વાલોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, આરોપી અસ્વદ હૈદર શેખ (રહે. બુહારી તા.વાલોડ, જી તાપી) નાઓ પોતાના ઘરે જ ખાનગી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. ભોગ બનનાર સગીરા તેના ક્લાસમાં અભ્યાસ માટે જતી હતી. ગત તા. ૦૧/૦૭/૨૦૨૫ થી ૧૫/૦૨/૨૦૨૬ દરમિયાન અલગ-અલગ સમયે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ ક્લાસ વર્કમાં વ્યસ્ત હોય, ત્યારે આરોપીએ સગીરાને એકાંતમાં બોલાવી તેની સાથે અશ્લીલ શારીરિક અડપલાં તેમજ આરોપીએ અન્ય અશ્લીલ હરકતો પણ કરી હતી.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીએ સગીરાને ધમકી આપી હતી કે જો તે આ વાત કોઈને કહેશે અથવા તેની સાથે વાત નહીં કરે, તો તે સગીરાને જાનથી મારી નાખશે અને પોતે પણ મરી જશે. આટલું જ નહીં, આરોપી સગીરાનો પીછો કરી મોબાઈલ ફોન અને રૂબરૂ મળીને સતત હેરાન પરેશાન અને જાતીય સતામણી કરતો હતો.
સગીરાએ હિંમત દાખવી પરિવારને જાણ કરતા આ મામલે વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમગ્ર પંથકમાં આ ઘટનાને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો.
પોલીસે આરોપી વિરુદ્ધ નીચે મુજબની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
ભારતીય ન્યાય સંહિતા (BNS) – ૨૦૨૩: કલમ ૭૫(૨), ૭૮(૨), ૩૫૧(૩), પોક્સો (POCSO) એક્ટ – ૨૦૧૨: કલમ ૪, ૮, ૧૧(૪), ૧૨
આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.આર. સોલંકી અને પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. ગીલાતર દ્વારા હાથ ધરવામાં આવી છે.
વાલોડ તાલુકાના બુહારીના લંપટ ટ્યુશન સંચાલક વિધર્મી શિક્ષકનો વરઘોડો કાઢવામાં આવ્યો…
આરોપીને ભરબજારમાં વરઘોડો કાઢતા સ્થાનિક લોકોએ “તાપી પોલીસ જિંદાબાદ”, “વાલોડ પોલીસ જિંદાબાદ”, ગુજરાત પોલીસ જિંદાબાદ”, માતા કી જય”, ના નારા લગાવ્યા હતા અને પોલીસની કામગીરીને બિરદાવી હતી…
પોલીસ દ્વારા આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું…
રિપોર્ટર :- વિકાસ શાહ ( તાપી )
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel