click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘ભારત પર્વ’ની રોશનીમય ઉજવણી, એકતા નગર ઝગમગી ઉઠ્યું પ્રકાશના રંગે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘ભારત પર્વ’ની રોશનીમય ઉજવણી, એકતા નગર ઝગમગી ઉઠ્યું પ્રકાશના રંગે
Gujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘ભારત પર્વ’ની રોશનીમય ઉજવણી, એકતા નગર ઝગમગી ઉઠ્યું પ્રકાશના રંગે

ભારતીય શૈલીની કલરફૂલ લાઈટિંગથી ઝળહળતું સ્ટેચ્યુ ઓફ યુનિટી

Last updated: 2025/11/10 at 2:45 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

પ્રકાશ પર્વ પેવેલિયનમાં લાઈટિંગ સાથે અધધધધ…સેલ્ફી લેતા પ્રવાસીઓ

LED ડાયનેમિક લાઈટિંગથી પ્રકૃતિ અને ટેક્નોલોજી વચ્ચેનું પરફેક્ટ સિમ્ફની રચે છે

લાઈટિંગની ઝગમગાહટમાં પ્રકાશિત થયો રાષ્ટ્રીય એકતા અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ

સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી દ્રશ્યોનો અદભુત નજરો પ્રવાસીનું આકર્ષણ

સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમીન બિલ્ડીંગમાં રંગબેરંગી લાઇટિંગથી ઝગમગ્યુ.

ભારતીય સંસ્કૃતિમાં ‘પ્રકાશ’નું સ્થાન અંધકાર દૂર કરવાની સાથે આધ્યાત્મિક ઉર્જા અને ઉત્સાહનું પ્રતિક માનવામાં આવે છે. વાર-તહેવાર કે ધાર્મિક ઉત્સવમાં પ્રકાશનું મહત્વ અડગ રહ્યું છે. આજના યુગમાં લાઈટિંગ એક આર્ટ બની ગયું છે અને ભારતીય લાઈટિંગ શૈલીની ઝલક પેરિસના ‘ફેસ્ટિવલ ઓફ લાઈટ્સ’ અને દુબઈના ‘લાઈટ ડોમ શો’માં જોવા મળે છે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે ભારત પર્વની ઐતિહાસિક ઉજવણી થઈ રહી છે ત્યારે એકતા નગર કલરફૂલ લાઈટિંગ્સના પ્રકાશથી ઝગમગી ઉઠ્યું છે.
પ્રકાશ પર્વના અવસરે એકતા નગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રકાશથી ઝગમગી ઉઠ્યું છે. જાણે એકતા નગર દુલ્હનની જેમ શણગારાયુ છે. સમગ્ર વિસ્તારને વિવિધ રંગબેરંગી લાઈટિંગથી ભારતની વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓની ઝાંખીઓથી શણગારવામાં આવ્યું છે. જ્યાં ભારતની વિવિધતામાં એકતાના દર્શન થાય છે.

૧૮૨ મીટર દુનિયાની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાથી લઈને સરદાર સરોવર ડેમ સુધી દરેક સ્થળે તિરંગા રંગમાં લેસર લાઈટિંગથી ઝગમગાટ છવાઈ છે. પ્રકાશના વિવિધ રંગો ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાનું પ્રતિક બની ઊભા રહ્યા છે. સ્થાનિક કલાકારો અને શિલ્પકારોએ પણ પોતાના હસ્તકલા કૃતિઓને લાઈટિંગના પ્રકાશ દ્વારા રજૂ કરી છે. આ લાઈટિંગમાં આધુનિક ટેક્નોલોજી સાથે પરંપરાગત ડિઝાઇનનો સુમેળ જોવા મળ્યો છે.

લાઈટિંગ અને ફોટોગ્રાફીનો સંબંધ એટલો અવિભાજ્ય છે કે, જ્યાં પ્રકાશ હોય ત્યાં કેમેરા સ્વયં આકર્ષાય છે. ભારત પર્વમાં લાઈટિંગ સાથે પર્યટકોએ હજારો સેલ્ફી અને ફોટો મોબાઈલમાં કંડાર્યા છે. લાઈટિંગથી શણગારેલ દરેક થીમ પોતાના અંદર કંઈક સંદેશો સમેટી રાખે છે, ક્યાંક રાષ્ટ્રીય એકતાનું પ્રતિબિંબ છે, તો ક્યાંક પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ ઝલકે છે.

નર્મદા નદીના નિર્મળ પ્રવાહ સમી આ પર્વની ઉજવણીમાં દેશના વિવિધ રાજ્યોની લોકકલા, લોકસંગીત, હસ્તકલા અને ભોજનની રસધાર વહેતી જોવા મળી છે. દરેક રાજ્યએ પોતાના પરંપરાગત વેશભૂષા અને કળા દ્વારા દેશની સંસ્કૃતિક સમૃદ્ધિને રજૂ કરી, જેનાથી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના જીવંત થઈ ઉઠી છે.આ ભાવનાને ઉજાગર કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસથી ‘ભારત પર્વ’ની ભવ્ય ઉજવણી નર્મદા નદીના પવિત્ર કિનારે કરવામાં આવી છે.

આજના ડિજિટલ યુગમાં ‘લાઈટ ફેસ્ટિવલ’ જેવા પ્રસંગો સેલ્ફી કલ્ચરનો ભાગ બની ગયા છે. જ્યાં પર્યટકોને દરેક ફોટો પ્રકાશની, આનંદની અને ભારતીય સંસ્કૃતિની એક નવી વાર્તા કહે છે.

પ્રકાશ પર્વ પેવેલિયનમાં ૫ પ્રકારની LED લાઈટિંગ ટેકનોલોજી દ્વારા ડેકોરેટિવ સુશોભન કરાયું:

‘એકતા પ્રકાશ પર્વ’ પેવેલિયનમાં LED લાઈટ્સ, RGB LED Neon Flex Strip લાઈટ્સ, કલરફૂલ લેસર પ્રોજેક્શન લાઈટ્સ, સ્માર્ટ સિન્ક્રોનાઈઝ્ડ લાઈટ્સ, સોલાર-પાવર્ડ લાઈટિંગથી રાજાશાહી શૈલીના આર્કિટેક્ચરમાં જોવા મળતી ફૂલોની નાજુક કઢાઈ, સુવર્ણ આલંકાર, ક્લાસિકલ આકારોની લાઈટિંગની કૃતિઓ એકતા દ્વારથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો સાત કિલોમીટરનો વિસ્તારની સ્ટ્રીટ લાઇટ, ગેન્ટ્રી મોટીફ્સ, સરકારી ઇમારતો, પર્યટન આકર્ષણો, સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમીન બિલ્ડીંગતેમજ મુખ્ય માર્ગ પરના વૃક્ષો પર વિવિધ લાઈટિંગ ડેકોરેશનથી સુશોભિત કરવામાં આવ્યું છે.

મુખ્ય માર્ગથી વેલી ઓફ ફ્લાવર્સ સુધીનો ૫૩૦ મીટરનો માર્ગમાં સીલિંગ લાઈટ્સ, વિવિધ પ્રકારની લાઈટિંગ આર્ટિકલ્સ અને થીમ આધારિત સેલ્ફી પોઈન્ટ્સ સાથે ફોટોબૂથ્સ આકાશગંગાની ઝાંખી આપતી જોવા મળે છે. આ સાથે ઈસરોની મિશન ચંદ્રયાન, ઓપરેશન સિંદૂરની થીમ્સ, પક્ષીઓ, પ્રાણીઓ, કલાત્મક રૂપો, વૃક્ષો, ફૂલો, ધાર્મિક ચિહ્નો, ગ્રહો અને સૌરમંડળ આધ્યાત્મિક ભારતની અદભૂત સંકલ્પનાઓને પ્રકાશના રૂપમાં વ્યક્ત કરવામાં આવી હતી.

વેલી ઓફ ફ્લાવર્સ પેવેલિયનમાં ૧૪૦ મીટર લાંબા વોક-વે ને ‘ગ્લો ટનલ’માં વિવિધ થીમ આધારિત કલરફૂલ લાઈટિંગથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા, સોમનાથ, દ્વારકા, ડાકોર જેવા વિવિધ ધાર્મિક સ્થળોની થીમ થી કૃતિઓ પ્રદર્શિત કરાઈ છે. સરદાર સરોવર ડેમ ખાતે ખાસ ડિઝાઇન કરાયેલ ડાયનેમિક ડેમ લાઇટ એન્ડ સાઉન્ડ શો અને સરદાર પટેલની પ્રતિમા પર સાંજે લેઝર શોનું આયોજન કરવામાં આવે છે. જેને જોવા માટે અહીં આવતા મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણ જોવા મળતું હોય છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: @india, Bharat Parv, Breaking news, CM Gujarat, Ekta Nagar, gujarat, gujarat cm, gujarati news, india news, latest news, news channel in india, oneindianews, pm modi, Politics, Statue of Unity, Statue of Unity-Ektanagar, topnews, topnewschannel, topnewschannelinindia, એકતા નગર, ભારત પર્વ, ભારતીય સંસ્કૃતિ, રોશનીમય ઉજવણી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 10, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article શું છે ‘રાઈસિન’? ગુજરાત ATSએ પકડેલા આતંકીઓ મોટા કાવતરાને અંજામ આપવાની ફિરાકમાં હતા
Next Article હિન્દુ વણકર સમાજ સંમેલન : ધર્માંતરણ વિરોધી કાયદાની માંગ સાથે સમાજ એકતા માટે સંકલ્પ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?