પેટલાદ કોમ્યુનિટી હોલ ખાતે હિન્દુ વણકર સમાજ દ્વારા સ્નેહમિલન તથા સમાજ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં એકતા, સુધારણા અને ધાર્મિક જાગૃતિ માટે યોજાયેલ આ કાર્યક્રમમાં ધર્માંતરંગ અધિનિયમ કાયદો બનાવવામાં આવે તેમજ ધર્માંતરણ કરનારાને કડક સજા આપવામાં આવે તે માટે માંગ ઉઠાવવામાં આવી હતી.
ચરોતર વણકર સમાજના સંયોજક હર્ષદભાઈ મકવાણાએ ધર્માંતરણના વધતા કેસો અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે સમાજને આ બાબતે સચેત થવાની જરૂર છે અને સરકાર સમક્ષ કાયદાકીય માગણી રજુ કરવાની છે, જેથી આવાં કેસો પર નિયંત્રણ મેળવી શકાય.
કાર્યક્રમમાં ચરોતર વણકર સમાજના દિપકભાઈ ચંદ્રપાલ, ધીરૂભાઈ મકવાણા, તેમજ પેટલાદ તાલુકા ન્યાય સમિતિના માજી ચેરમેન જયંતીભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતાં.
છાસઠ ગામ વણકર સમાજમાંથી બાવીસ ગામ વણકર સમાજ પ્રમુખ પરષોત્તમદાસ મકવાણા, પાંત્રીસ ગામ ગાયકવાડ વણકર સમાજ પ્રમુખ મુળજીભાઈ રાઠોડ, અને અઠયાવીસ ગામ પેશ્વા વણકર સમાજ પ્રમુખ સંજયભાઈ મોઢેસરા ખાસ ઉપસ્થિત રહ્યા.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ મકવાણા તથા મનિષભાઈ ગોહેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ અરવિંદભાઈ રામોદડીએ કરી હતી.
કાર્યક્રમમાં સમાજના અનેક આગેવાનો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધર્મ, સમાજ અને એકતા માટે સંકલ્પ લીધો.
ભાવેશ સોની (આણંદ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel