Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 27°C

આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, રાજ્યમાં પીવાના પાણી સહિત અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા.

આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, રાજ્યમાં પીવાના પાણી સહિત અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા.

ગાંધીનગરમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની ( Cabinet meeting ) અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. કેબિનેટ બેઠકમાં ચિંતન શિબિરની તૈયારીઓ પર ચર્ચા કરશે. આ ઉપરાંત રાજ્યમાં પીવાના પાણીને લઈ કેબિનેટ અને સહાય પેકેજ પર ખેડૂતોની અરજીઓ અને ચૂકવણી બાબતે સમીક્ષા કરવામાં આવશે.

ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તેમજ બાજરી, રાગી સહિતની જણસીની ખરીદી પર સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત આગામી આયોજનો અને નીતિગત વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

આ અગાઉ મળેલી કેબિનેટ બેઠકમાં PMના પ્રવાસ અને જ્ઞાનસેતુ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ ઉનાળામાં રાજ્યમાં સર્જાતી પાણીની તંગી અંગે અને રાજ્યમાં પીવાના પાણીના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અગાઉની કેબિનેટ બેઠકમાં કમોસમી વરસાદ, પાક વળતર સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.