મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ અને વૈશ્વિક ઊર્જા બજારમાં ઊભી થયેલી અનિશ્ચિતતાની વચ્ચે ભારત સરકારે ઘરેલુ LPG સિલિન્ડર અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયે ઘરેલુ ગેસ સિલિન્ડર માટે બુકિંગનો સમયગાળો વધારીને 25 દિવસ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના સૂત્રો અનુસાર, ગેસની કાળાબજારી અને સંગ્રહખોરીને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. સરકારે સાથે સાથે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં હાલ પેટ્રોલ, ડીઝલ અથવા LPG ગેસની કોઈ અછત નથી અને પુરવઠો સંપૂર્ણ રીતે સ્થિર છે.
LPG સિલિન્ડર બુકિંગ વચ્ચે હવે 24 દિવસનું અંતર જરૂરી
પેટ્રોલિયમ મંત્રાલયે થોડા દિવસો પહેલાં જ LPG સિલિન્ડર બુકિંગ વચ્ચેનો સમયગાળો 15 દિવસથી વધારીને 21 દિવસ કર્યો હતો. પરંતુ તાજેતરની સમીક્ષા બાદ હવે આ સમયગાળો વધુ વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ હવે ગ્રાહકોને બે ગેસ સિલિન્ડર બુકિંગ વચ્ચે ઓછામાં ઓછા 24 દિવસનું અંતર જાળવવું ફરજિયાત રહેશે. સરકારનું માનવું છે કે આ પગલાથી ગેસનો સમાન પુરવઠો જાળવી રાખવામાં મદદ મળશે અને અનાવશ્યક સ્ટોકિંગને રોકી શકાશે.
Govt Sources say –
On LPG:
*In order to stop hoarding and black marketing, LPG booking period has been increased from 21 to 25 days
*There were instances where people who were earlier booking LPG cylinders in 55 Days has started booking LPG cylinders in 15 days.
*Govt has… pic.twitter.com/NMaEJTqADy
— ANI (@ANI) March 9, 2026
ગેસના ભાવ વધવાની શક્યતા ખૂબ ઓછી
સરકારી સૂત્રોએ માહિતી આપી છે કે સામાન્ય ઘરેલુ ગ્રાહકો માટે LPG ગેસના ભાવમાં તાત્કાલિક વધારો થવાની શક્યતા ખૂબ ઓછી છે. સરકાર સપ્લાય ચેઈન પર સતત નજર રાખી રહી છે જેથી કોઈપણ પ્રકારનો પુરવઠા સંકટ ઉભો ન થાય. આ સાથે જ ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉપયોગ થતી LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ)ના કેટલાક જથ્થાને જરૂર પડે તો ઘરેલુ વપરાશ માટે ડાયવર્ટ કરવાની તૈયારી પણ રાખવામાં આવી છે.
સરકારનું કહેવું છે કે આ પગલાથી ગેસનો પુરવઠો સતત જાળવી શકાય અને સામાન્ય ગ્રાહકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. સાથે સાથે ઘરેલુ ગ્રાહકો માટે ગેસના દરોમાં કોઈ રેશનલાઈઝેશન અથવા કપાત કરવાની હાલ કોઈ યોજના નથી.
Govt Sources say –
On LNG:
*Price hike unlikely for domestic consumers
*To keep supply chain intact LNG for industrial use will be diverted for domestic use
*No rationalisation for domestic consumers pic.twitter.com/FWO8LUqBRi
— ANI (@ANI) March 9, 2026
તાજેતરમાં LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે તાજેતરમાં LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. બે દિવસ પહેલા ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં ₹60નો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹114.50નો વધારો નોંધાયો હતો.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)ની વેબસાઇટ મુજબ, સબસિડી વગરનો 14.2 કિલોગ્રામનો ઘરેલુ LPG સિલિન્ડર હવે દિલ્હીમાં ₹913માં ઉપલબ્ધ છે, જ્યારે અગાઉ તેનો ભાવ ₹853 હતો. ભાવ વધારા છતાં સરકારે ખાતરી આપી છે કે ગેસનો પુરવઠો દેશમાં પૂરતો છે અને સામાન્ય લોકો પર વધારાનો બોજો ન પડે તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel