બગસરામાં ચાલતી રામકથામાં મોરારિબાપુએ શરણાગતિનો અર્થ પ્રમાદી નહી, પણ નિમિત્તમાત્ર નિશ્ચિંત કર્તવ્ય કર્મ કરવાનું હોય, એમ ભાર મૂક્યો. આ રામકથા ‘માનસ મેઘાણી’ ગાન સાથે ઝવેરચંદ મેઘાણી પૂણ્યતિથિએ શ્રધ્ધાંજલિ અપાઈ.
શનિવારથી બગસરામાં પ્રારંભાયેલ રામકથા ‘માનસ મેઘાણી’ ગાન સાથે મોરારિબાપુ દ્વારા વ્યાસપીઠ પરથી ઝવેરચંદ મેઘાણી પૂણ્યતિથિએ શ્રધ્ધાંજલિ અપાઈ અને ‘પૂણ્ય શ્લોક’ તથા કલોક શ્લોક’ એમ ભાવ જણાવાયો.
રામકથા સોપાનોમાં વંદના વર્ણન કરતાં મોરારિબાપુએ શરણાગતિનો અર્થ પ્રમાદી નહી, પણ નિમિત્તમાત્ર નિશ્ચિંત કર્તવ્ય કર્મ કરવાનું હોય, એમ ભાર મૂક્યો અને પોતપોતાના ક્ષેત્રમાં કર્તવ્ય કર્મ નિભાવવા ઉમેર્યું.

‘માનસ મેઘાણી’ ગાનમાં ૧૪ રત્નોના પ્રસંગોના નિરૂપણ સંદર્ભે મોરારિબાપુએ ક્થાના બીજા દિવસે સંત દેવીદાસ અને અમરમાં ચરિત્ર અને ત્રીજા દિવસે સંત વેલનાથજી ચરિત્ર વંદના સંવેદના સભર રીતે કરી.
ઝવેરચંદ મેઘાણીનાં વ્યક્તિત્વ વિશે તેઓના સાહિત્ય સર્જન સાથે રહેલાં પ્રીતિ સ્થાનોનો ઉલ્લેખ થયો અને તેઓ પાસેથી પત્રકારત્વ સંદર્ભે ખુમારી, નમ્રતા, સત્તા સંપતિની શેહ નિષેધ તેમજ ખોટી પ્રશંસા કે વિવાદ ન સર્જાય તેવાં પાસા શીખવા પણ મોરારિબાપુએ ટકોર કરી.
હર્ષાબા ગોહિલ પરિવાર દ્વારા નિમિત્તમાત્ર મનોરથી રહીને આ રામકથામાં જાનકીદાસબાપુ, કણીરામજીબાપુ, રઘુરામબાપા, જીગ્નેશદાદા સહિત ધાર્મિક મહાનુભાવો જોડાયાં હતાં. અહીંયા દિગુભા જાડેજા, ભરતદાન ગઢવી, અરુણભાઈ દવે, ઘનશ્યામભાઈ શંકર, મહેન્દ્રસિંહ સરવૈયા સહિત કથાપ્રેમી અગ્રણીઓએ ક્થા લાભ લીધો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel