આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026નો શેડ્યૂલ સત્તાવાર રીતે જાહેર થઈ ગયો છે અને આ ટૂર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈને 8 માર્ચ 2026 સુધી ચાલશે. કુલ 20 ટીમો ભાગ લેશે, જેમાં ઈટલી પહેલીવાર કોઈપણ ક્રિકેટ વર્લ્ડકપમાં એન્ટ્રી કરશે. આ ટૂર્નામેન્ટનું આયોજન ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરી રહ્યા છે, અને કુલ 8 વેન્યુ પર મેચો રમાશે—ભારતમાં મુંબઈ, દિલ્હી, કોલકાતા, અમદાવાદ અને ચેન્નાઈ, જ્યારે શ્રીલંકાના કોલંબો અને કૈંડીના મેદાનો મેચોની હોસ્ટિંગ કરશે.
આ સાથે ભારતીય ટીમના સિનિયર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન રોહિત શર્માને આ ટૂર્નામેન્ટનો ઑફિશિયલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે, જે ભારતીય ક્રિકેટ માટે ગૌરવની વાત છે.
The schedule for ICC Men’s @T20WorldCup 2026 is here! 📅
The matches and groups were unveiled at a gala event in Mumbai led by ICC Chairman @JayShah, and with new tournament ambassador @ImRo45 and Indian team captains @surya_14kumar and Harmanpreet Kaur in attendance.
✍️:… pic.twitter.com/fsjESpJPlE
— ICC (@ICC) November 25, 2025
ભારતનો ગ્રુપ-સ્ટેજ શેડ્યૂલ આ મુજબ છે:
- 7 ફેબ્રુઆરી, મુંબઈ: ભારત vs યુએસએ
- 12 ફેબ્રુઆરી, દિલ્હી: ભારત vs નામિબિયા
- 15 ફેબ્રુઆરી, કોલંબો: ભારત vs પાકિસ્તાન
- 18 ફેબ્રુઆરી, અમદાવાદ: ભારત vs નેધરલેન્ડ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ)
આ વખતનું ટૂર્નામેન્ટ ફોર્મેટ 2024ના વર્લ્ડકપ જેવું જ રહેશે. 20 ટીમોને 5 ગ્રુપમાં વહેંચવામાં આવી છે, અને દરેક ગ્રુપમાંથી ટોચની ટીમ સુપર-8માં પ્રવેશ કરશે. સુપર-8માંથી ચાર ટીમો સેમિફાઈનલમાં પહોંચશે. નોકઆઉટ વેન્યુ માટે ખાસ નિયમ બનાવવામાં આવ્યો છે: જો પાકિસ્તાનની ટીમ નોકઆઉટ સ્ટેજમાં પહોંચે છે તો એક સેમિફાઈનલ અને ફાઈનલ કોલંબોમાં રમાશે; જો પાકિસ્તાન નોકઆઉટમાં નહીં પહોંચે તો ફાઈનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.
Ready to defend the title on home soil 🇮🇳 🏆
Here are #TeamIndia's group stage fixtures for the ICC Men's T20 World Cup 2026! 🗓️#T20WorldCup pic.twitter.com/MdL6Qa9mlg
— BCCI (@BCCI) November 25, 2025
આ સમગ્ર ટૂર્નામેન્ટ ક્રિકેટ ચાહકો માટે ઉત્સાહ અને રોમાંચથી ભરેલું રહેશે અને ઈટલીની પહેલીવારની ભાગીદારી તથા ભારત-પાકિસ્તાન મુકાબલો આ વર્લ્ડકપના મુખ્ય આકર્ષણ રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel