ગુજરાતમાં વીકએન્ડ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે દક્ષિણ પ્રદેશના પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોને અપગ્રેડ કરવા માટે વિશાળ પગલાં લીધાં છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ઇકોનોમિક રિજિયન (SER) ફેઝ 1 અંતર્ગત સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જેવા જિલ્લાઓમાં રૂ. 1185 કરોડની યોજનાને મંજૂરી આપી છે. આ યોજનામાં માર્ગોને પહોળું, મજબૂત અને કેટલાક સ્થળોએ ચારથી છ માર્ગીય કરવાનું અને બાયપાસ માર્ગોની રચના કરવાનો સમાવેશ થાય છે.
પ્રવાસન સ્થાનોએ સરળ પહોંચ: સુવાલી બીચ, મોરા અને હેરિટેજ રૂટ
સુરત જિલ્લામાં મોરા–સુવાલી બીચ રોડનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ માર્ગના સુધારા સાથે હજીયાદી પ્રવાસીઓ સુવાલી બીચ સરળતાથી પહોંચી શકશે, જ્યાં દર વર્ષે “સુવાલી બીચ ફેસ્ટિવલ”નું આયોજન થાય છે. આ ફેસ્ટિવલ પ્રવાસનને પ્રોત્સાહન આપે છે અને સ્થાનિક અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ કરે છે. પહેલેથી જ સુવાલી બીચ રોડ 10 મીટર પહોળો બનાવવામાં આવ્યો હતો; હવે આ રોડ ફોર-લેનમાં ફેરવાશે.
મહાત્મા ગાંધીની ઐતિહાસિક દાંડીયાત્રા હેરિટેજ રૂટ પર આવેલ કદરામા, એરથાણ, ટકરામા, ભટગામ, મોહમ્મંદપુરા, ગોલા, સાંધિયેર જેવા ગામોને પણ અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે. રસ્તા 3 મીટરથી 7 મીટર પહોળા થશે, જે ટ્રાફિકને સરળ બનાવશે.
ડાંગ અને વલસાડમાં પ્રવાસન માર્ગોનો વિકાસ
ડાંગ જિલ્લાના વઘઈ, શબરીધામ, પંપા સરોવર, અગ્નિનકુંડ, પાંડવ ગુફા, દેવનીમાળ કેમ્પ સાઇટ, સાપુતારા હિલ સ્ટેશન અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચતી માર્ગોને ચાર-માર્ગીય બનાવવામાં આવશે. આથી પ્રવાસીઓ ઝડપથી અતંરિયાળ વિસ્તારોમાં પહોંચશે અને પ્રવાસન પ્રવૃત્તિમાં વધારો થશે.
વલસાડ જિલ્લામાં ઉમરસાડીથી કોલક નદી કૉસ્ટલ હાઇવે પર કોઝ-વે બાંધવામાં આવશે, જે વલસાડ અને દમણને જોડતો મહત્વનો માર્ગ છે. આ માર્ગ 10 મીટર પહોળો બનાવવામાં આવશે. ચીખલી–ખેરગામ–ધર્મપુર રોડ પણ ચાર-માર્ગીય બનાવવામાં આવશે, જેથી ધરમપુર અને વિલ્સન હીલ જેવા પ્રવાસન સ્થળો સરળતાથી પહોંચવા યોગ્ય બનશે.
પર્યાવરણ અને સ્થાનિક વિકાસ માટે મહત્વ
આ યોજનાથી દક્ષિણ ગુજરાતમાં ઇકો-ટુરીઝમ અને પવિત્ર યાત્રાધામોને લાભ મળશે. કેવડી ઇકો-ટુરિઝમ સાઇટ (માંડવી), પદમડુંગરી (ડોલવણ), ઉનાઈ મંદિર (વાસંદા), વઘઈ બોટનિકલ ગાર્ડન, વાસંદા નેશનલ પાર્ક, પુર્ણા વન્યજીવ અભ્યારણ્ય, અને ગીરો ધોધ જેવા પ્રવાસન સ્થળોએ વધતી સહેલાઈ સાથે માનવ મહેરામણ વધશે. આ વિકાસ સ્થાનિક રોજગારી અને પ્રદેશની અર્થવ્યવસ્થા માટે પણ લાભદાયક થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel