Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

ક્રિકેટના મેદાન પર ઉતર્યા સીએમ યોગી, બેટિંગ જોઈને હાજર સૌ લોકો ચોંક્યા

ક્રિકેટના મેદાન પર ઉતર્યા સીએમ યોગી, બેટિંગ જોઈને હાજર સૌ લોકો ચોંક્યા

લખનઉંમાં 36માં અખિલા ભારતીય એડવોકેટ ક્રિકેટ ટૂર્નામેન્ટના શુભારંભ અવસર પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ક્રિકેટ રમ્યા હતા. આ દરમિયાન સીએમ યોગીએ ક્રિકેટના મેદાન પર અલગ અંદાજ જોવા મળ્યો. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જ્યાં ક્રિકેટના મેદાન પર મુખ્યમંત્રી યોગી ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે.

અખિલ ભારતીય એડવોકેટ ક્રિકેટ ટૂર્નામેન્ટના શુભારંભ અવસર પર મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, રમત આપણા સૌની એક ટીમ ભાવના સાથે કામ કરવાની પ્રેરણા આપે છે, આપણું પારિવારીક જીવન હોય કે સાર્વજનિક જીવન હોય. જો આપણી સામે આપણી પાસે ટીમ વર્ક કરવાની ક્ષમતા છે તો આપણી સફળતાની તકો એટલો થઈ જાય છે. રમત સૌથી પહેલા એક ટીમ ભાવનાની સાથે આપણા સૌને ષમ-વિષમ પરિસ્થિતિઓમાં લડવાની નવી પ્રેરણા આપે છે.

 

મુખ્યમંત્રી યોગીએ આ કાર્યક્રમના ફોટો શેર કરીને લખ્યું કે, આજે લખનઉંમાં આયોજિત 36માં અખિલ ભારતીય એડવોકેટ ક્રિકેટ ટૂર્નામેન્ટના શુભારંભ કાર્યક્રમમાં સામેલ થયા. છેલ્લા 10 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં દેશમાં રમત ગતિવિધિઓનો વિસ્તાર થયો છે. ‘ખેલો ઈન્ડિયા’, ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ અને ‘સાંસદ ખેલકૂદ પ્રતિયોગિતા’ તેના પ્રમાણ છે. પ્રતિયોગિતામાં દેશભરમાંથી જોડાયેલી તમામ ટીમોને હાર્દિક શુભકામનાઓ.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.