click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અલ ફલાહ યુનિવર્સિટી સામે ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, દિલ્હીમાં બે FIR નોંધાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અલ ફલાહ યુનિવર્સિટી સામે ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, દિલ્હીમાં બે FIR નોંધાઈ
Gujarat

અલ ફલાહ યુનિવર્સિટી સામે ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, દિલ્હીમાં બે FIR નોંધાઈ

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસ દરમિયાન અલ ફલાહ યુનિવર્સિટી ફરી એકવાર તપાસના દાયરામાં આવી છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે છેતરપિંડીના ગંભીર આરોપો હેઠળ અલ ફલાહ યુનિવર્સિટી સામે બે અલગ અલગ FIR દાખલ કરી છે.

Last updated: 2025/11/15 at 7:02 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસ દરમ્યાન અલ ફલાહ યુનિવર્સિટી ફરી એકવાર કાયદાકીય તપાસના કટઘરામાં આવી છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે UGCની ફરિયાદના આધારે યુનિવર્સિટી સામે બે અલગ FIR નોંધાવી છે—એક છેતરપિંડી અને બીજી દસ્તાવેજોમાં ખોટી માહિતી તથા ફ્રોડ્યુલન્ટ પ્રેક્ટિસિસ સંબંધિત. UGCએ આરોપ મૂક્યો છે કે યુનિવર્સિટી દ્વારા માન્ય પ્રોસેસ અને ધોરણોનું પાલન ન થવાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ગંભીર અસર પડી શકે છે. આ FIRઓના આધારે ક્રાઈમ બ્રાન્ચે યુનિવર્સિટીને નોટિસ મોકલી છે અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા કહ્યું છે. આ કેસ વધુ ગંભીર બન્યો છે કારણ કે દિલ્હી વિસ્ફોટનો મુખ્ય આરોપી ઉમર ઉન નબી આ જ યુનિવર્સિટીની હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે કામ કરતો હતો.

The Delhi Crime Branch has filed two separate FIRs against Al-Falah University, one for cheating and the second under sections of forgery. Today, a team from the Delhi Crime Branch visited the Al Falah University office in Okhla. The Delhi Police has issued a notice to the…

— ANI (@ANI) November 15, 2025

તપાસ હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઓખલા સ્થિત યુનિવર્સિટીના મુખ્યાલય પર દરોડા પાડ્યા અને વહીવટી અધિકારીઓની પૂછપરછ કરી. તપાસકર્તાઓએ બિલ્ડીંગ 17ના રૂમ નં. 13ને આતંકવાદીઓનું ‘મેઇન ઓપરેશન રૂમ’ ગણાવ્યો છે, જ્યાં વિસ્ફોટકો એકત્રિત કરવા, હુમલાનું કાવતરું ઘડવા અને બેઠક કરવા જેવી પ્રવૃત્તિઓ ચાલતી હતી. આરોપી ડૉ. ઉમર સહિત કેટલાક પ્રોફેસરો પણ આ રૂમમાં હાજર રહેતા હોવાનો ખુલાસો થયો છે. લાલ કિલ્લા બ્લાસ્ટમાં અત્યાર સુધી 13 લોકોનાં મોત અને 20થી વધુ ઘાયલ થયા હતા, જેને કારણે તપાસ દેશવ્યાપી સ્તરે વિસ્તરી છે.

The Delhi Crime Branch has filed two separate FIRs against Al-Falah University, one for cheating and the second under sections of forgery. Today, a team from the Delhi Crime Branch visited the Al Falah University office in Okhla. The Delhi Police has issued a notice to the…

— ANI (@ANI) November 15, 2025

તપાસમાં વધુમાં જાણવા મળ્યું છે કે યુનિવર્સિટીના કેટલાક ડોકટરો આતંકી નેટવર્ક સાથે સીધા સંકળાયેલા હતા અને યુપીમાં કાશ્મીરી મૂળના કેટલાક મેડિકલ પ્રોફેશનલ્સ પણ આ નેટવર્કનો ભાગ હોઈ શકે છે. NAACએ તેની વેબસાઇટ પર ખોટા એક્રેડિટેશનના દાવા કરવા બદલ યુનિવર્સિટીને કારણદર્શક નોટિસ આપી છે, જેના પગલે યુનિવર્સિટીની વેબસાઇટ તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ યુનિવર્સિટીના નાણાકીય રેકોર્ડ અને ફંડિંગ સ્રોતોની પણ તપાસ કરી રહી છે, કારણ કે પૈસા આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોવાની શંકા છે. તપાસ આગળ વધતા વિદ્યાર્થીઓમાં પણ ડરનું માહોલ છે અને ઘણા વિદ્યાર્થીઓ યુનિવર્સિટી છોડતા જોવા મળી રહ્યા છે. સમગ્ર કેસ હવે રાષ્ટ્રીય સુરક્ષાથી જોડાયેલું મહત્વનું મુદ્દો બની ગયો છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, Al-Falah University, Breaking news, CM Gujarat, crime branch, Crime Branch of Delhi Police, Delhi, Delhi Police, FIR, gujarat, gujarati news, localnewsgujarat, localnewsingujarat, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Terrorists, topnews, topnewschannelinindia, અલ-ફલાહ યુનિવર્સિટી, આતંકવાદી, આતંકવાદી નીતિઓ, દિલ્હી, દિલ્હી પોલીસ, દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ, દિલ્હી વિસ્ફોટ કેસ, લાલ કિલ્લા, લાલ કિલ્લા નજીક કાર બ્લાસ્ટ, વિસ્ફોટ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 15, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રોહિત અને કોહલી રિટેન, ધોની પણ રમશે આગામી IPL, ટીમો દ્વારા રિલીઝ પ્લેયર્સની યાદી બહાર
Next Article ‘બિહાર પરિણામ જોઈ મારી હાલત પર દુઃખ ઓછું થાય છે’ : NDAની જીત પર જમ્મુ-કાશ્મીરના સીએમ અબ્દુલ્લા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?