જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બિહાર ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે NDAની ઐતિહાસિક જીત અને નીતિશ કુમારની 10મી વાર સત્તા પર વાપસી તેમને પોતાના રાજ્યની સ્થિતિ અંગે થતું દુઃખ થોડું ઓછું કરે છે. બડગામમાં ચૂંટણી ટકરાવાળી બનવાની તેમને પહેલેથી જ જાણ હતી, કારણ કે ત્યાં એક મોટો મતદાતા વર્ગ છે જે વિકાસ કે મુદ્દાઓ કરતાં જુદા કારણોસર મત આપે છે. તેમણે નીતિશ કુમારની ચૂંટણી રણનીતિની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓએ એન્ટી-ઇન્કમ્બન્સીને પોતાના પક્ષે ફેરવીને મોટી જીત મેળવી છે.
ઓમર અબ્દુલ્લાએ ખાસ કરીને નીતિશ કુમારની મહિલાઓને કેન્દ્રમાં રાખીને બનાવેલી યોજનાઓને વખાણી, જેને કારણે તેમને ચૂંટણીમાં મહત્વનો ફાયદો મળ્યો. “10મી વાર મુખ્યમંત્રી બનવું એ સામાન્ય ઘટના નથી,” એમ તેઓએ જણાવ્યું. ઉપરાંત, કોંગ્રેસે ‘વોટચોરીની યાત્રા’ બાદ ઘણી સીટોની અપેક્ષા રાખી હતી, પરંતુ પરિણામોએ સાબિત કર્યું કે વાસ્તવિક લાભ નીતિશ કુમારે જ લઈ લીધો.
#WATCH | Jammu | On NDA heading towards a landslide victory in #BiharElection2025, J&K CM Omar Abdullah says, "When I look at Bihar's condition, I feel less sad about my own. I knew the Budgam elections wouldn't be easy because there is a huge section here that doesn't vote on… pic.twitter.com/pcf1Q1nydn
— ANI (@ANI) November 14, 2025
તેમણે જણાવ્યું કે અન્ય રાજકીય પાર્ટીઓએ પણ મતદારોને શું આપવું તે નીતિશ કુમાર પાસેથી શીખવું જોઈએ. જાતિ રાજનીતિને બાજુ પર રાખીને મહિલાઓ માટે અસરકારક યોજનાઓ અમલમાં મુકી તે નીતિશ કુમારની જીતનું મુખ્ય કારણ રહ્યું છે. ઓમર અબ્દુલ્લાના નિવેદન મુજબ, બિહારનું પરિણામ રાજકીય રીતે એક મોટું પાઠ છે, જેને અન્ય રાજ્યો અને પાર્ટીઓ માટે પણ અપનાવવું જરૂરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel