દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે સોમવારે સાંજે થયેલા ભીષણ કાર બ્લાસ્ટનો પહેલો સ્પષ્ટ CCTV વીડિયો સામે આવ્યો છે, જેમાં એ આખો વિસ્ફોટનો ભયાનક ક્ષણવાર દ્રશ્ય કેદ થયો છે. આ જ વિસ્ફોટે આખા શહેરને હચમચાવી દીધું હતું અને 12 જેટલા નિર્દોષ લોકોની જિંદગી છીનવી લીધી હતી, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
વીડિયોમાં 10 નવેમ્બર, 2025ની તારીખ અને સાંજે 6 વાગીને 50 મિનિટ 52 સેકન્ડનો સમય સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. દ્રશ્યમાં સાંજનો અંધકાર છવાયેલો છે અને ચાર રસ્તા પર ભારે ટ્રાફિક જોવા મળે છે — બાઇક, કાર અને ઓટોની લાંબી કતારો ધીમે-ધીમે આગળ વધી રહી છે. એ દરમિયાન જ અચાનક એક કારમાંથી વિશાળ આગનો ગોળો ભભૂકી ઉઠે છે, અને ક્ષણભરમાં ચારે બાજુ તેજ પ્રકાશ ફેલાઈ જાય છે, બાદમાં ધુમાડો અને અંધારું છવાઈ જાય છે. ધમાકાની તીવ્રતા એટલી ભયાનક હતી કે નજીક ઉભેલી અન્ય વાહનો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
वीडियो | सीसीटीवी फुटेज ने दिल्ली के लाल किले के पास धमाके के सटीक पल को कैद किया।
सोमवार शाम लाल किले मेट्रो स्टेशन के पास एक ट्रैफिक सिग्नल पर धीमी गति से चल रही कार में धमाका हुआ, जिसमें 12 लोगों की मौत हो गई, कई घायल हुए और कई वाहन जलकर खाक हो गए।#DelhiBlast #RedFort… pic.twitter.com/afjXVIDPlO
— One India News (@oneindianewscom) November 12, 2025
આ ઘટના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે ટ્રાફિક સિગ્નલ પર થઈ હતી, જ્યાં ધીમી ગતિએ આગળ વધી રહેલી હ્યુન્ડાઈ i20 કારમાં અચાનક વિસ્ફોટ થયો હતો. ધમાકો એટલો જોરદાર હતો કે કારના ધાતુના ટુકડાઓ દૂર સુધી ફેંકાઈ ગયા હતા અને આસપાસના વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
આ પહેલા પણ બ્લાસ્ટ પછીના કેટલાક વીડિયો સામે આવ્યા હતા, જેમાં લોકો ગભરાટમાં ભાગતા અને આગના ગોળામાં ઘેરાયેલા દૃશ્યો દેખાતા હતા. પરંતુ આ નવો CCTV ફૂટેજ એ પહેલો વીડિયો છે, જેમાં બ્લાસ્ટ થતો વાસ્તવિક ક્ષણ કેદ થયો છે. સુરક્ષા એજન્સીઓ આ ફૂટેજના આધારે વિસ્ફોટની તીવ્રતા, કારની ગતિ અને વિસ્ફોટકના સ્ત્રોતની વિગતવાર તપાસ કરી રહી છે.
આ વીડિયો સામે આવ્યા બાદ એનઆઈએ અને દિલ્હી પોલીસની ટીમોએ તપાસ વધુ તેજ કરી છે, કારણ કે હવે સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ એક સુનિયોજિત આતંકી હુમલો હતો, જેમાં અગાઉથી આયોજન કરીને વિસ્ફોટક ભરેલી કાર શહેરના સૌથી સુરક્ષિત ઝોનમાં લાવવામાં આવી હતી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel