જમ્મુ-કાશ્મીરમાં પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામી (JeI) વિરુદ્ધ સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસએ ખીણ પ્રદેશમાં અનેક સ્થળોએ તાબડતોબ દરોડા પાડ્યા છે. માહિતી મુજબ છેલ્લા ચાર દિવસમાં 400થી વધુ ઘેરાબંદી અને તલાશી અભિયાન (CASO) ચલાવવામાં આવ્યા છે, જેમાં OGW (ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ), JKNOPs (જમ્મુ અને કાશ્મીર નેશનલ ઑપરેશન પ્લાન), તેમજ અગાઉ એન્કાઉન્ટર થયેલા સ્થળો અને સક્રિય તથા ઠાર કરાયેલા આતંકવાદીઓના ઠેકાણાઓ પર કાર્યવાહી કરવામાં આવી છે.
वीडियो | जम्मू और कश्मीर: कुलगाम पुलिस ने प्रतिबंधित संगठन जमात-ए-इस्लामी (JEI) के खिलाफ बड़ी कार्रवाई में 200 से अधिक स्थानों पर छापेमारी की।#JammuKashmir #KulgamPolice #JamaatEIslami #JEI #Crackdown
[ Jamaat-e-Islami, Kulgam, raids, banned, crackdown ] pic.twitter.com/0lve4hGep7
— One India News (@oneindianewscom) November 12, 2025
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ દરોડા શોપિયાં, કુલગામ, બારામુલા અને ગાંદરબલ જિલ્લાઓ સહિતના અનેક વિસ્તારોમાં પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન JeIના સભ્યો અને તેમના સહયોગીઓના નિવાસસ્થાનો તથા સંકળાયેલા પરિસરોની તલાશી લેવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પગલું આતંકવાદી ઇકોસિસ્ટમને નાબૂદ કરવા અને તેની સહાયક માળખાને તોડી પાડવા માટેના સતત પ્રયાસોનો એક ભાગ છે.
આ વચ્ચે, દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનની પાસે થયેલા કાર બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ વધારાની સતર્કતા અપનાવી રહી છે. સુરક્ષા દળોને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજીકથી નજર રાખવાની સૂચના આપવામાં આવી છે, જ્યારે જમ્મુ-કાશ્મીર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા કવચ વધુ કડક બનાવવામાં આવ્યું છે. હાલમાં JeI વિરુદ્ધના દરોડા ચાલુ છે અને વધુ લોકોની પૂછપરછ સાથે તપાસને વધુ વિસ્તૃત કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel