Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 35°C

દિલ્હી બ્લાસ્ટ સડયંત્ર ફાશ : ઝમીર અહેમદ સહિત 2ની ધરપકડ, આતંકી સંગઠનનો સ્લીપર સેલ ખુલ્યો

દિલ્હી બ્લાસ્ટ સડયંત્ર ફાશ : ઝમીર અહેમદ સહિત 2ની ધરપકડ, આતંકી સંગઠનનો સ્લીપર સેલ ખુલ્યો

રાજધાની દિલ્હીમાં ગત વર્ષે થયેલા ભયાનક કાર બોમ્બ બ્લાસ્ટ કેસમાં મોટી સફળતા મળતાં તપાસ એજન્સી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ વધુ બે શંકાસ્પદ આતંકીઓને જમ્મુ-કાશ્મીરથી ધરપકડ કરી છે. આ બંને આરોપીઓની ધરપકડ સાથે આ કેસમાં કુલ આરોપીઓની સંખ્યા હવે 11 થઈ ગઈ છે. તપાસ એજન્સીનું માનવું છે કે આ ધરપકડોથી સમગ્ર આતંકી નેટવર્ક અને તેની લોજિસ્ટિક સપ્લાય ચેઈનને તોડવામાં મહત્વપૂર્ણ સફળતા મળશે.

NIA દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ઝમીર અહેમદ આહંગર (ગાંદરબલ) અને તુફૈલ અહેમદ ભટ (શ્રીનગર) તરીકે થઈ છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ બંને આરોપીઓ આતંકી સંગઠન અંસાર ગઝવત-ઉલ-હિંદ (AGH) સાથે સંકળાયેલા સક્રિય ‘ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ’ (OGWs) હતા. તેમણે હુમલાના મુખ્ય સૂત્રધારોને હથિયારો, આશ્રય અને અન્ય જરૂરી લોજિસ્ટિક મદદ પૂરી પાડી હતી.

10 નવેમ્બર 2025ના રોજ સાંજે લાલ કિલ્લો નજીક આવેલા લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન અને સુભાષ માર્ગ પાસે વિસ્ફોટકો ભરેલી i20 કારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ આત્મઘાતી હુમલામાં મુખ્ય હુમલાખોર ડૉ. ઉમર ઉન નબી ઘટનાસ્થળે જ માર્યો ગયો હતો. આ ભયાનક બ્લાસ્ટમાં 11થી વધુ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેના કારણે સમગ્ર દેશમાં સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ હતી.

NIAની તપાસમાં બહાર આવ્યું છે કે આ હુમલો કોઈ એક વ્યક્તિનો નહીં પરંતુ એક સુવ્યવસ્થિત આતંકી નેટવર્કનો ભાગ હતો. આ કેસમાં પકડાયેલા આરોપીઓમાં ડૉક્ટરો અને ઉચ્ચ શિક્ષિત યુવાનોનો પણ સમાવેશ થાય છે, જે સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાજનક બાબત માનવામાં આવી રહી છે. અગાઉ ડૉ. મુઝમ્મિલ શકીલ ગની અને ડૉ. શાહીન સઈદ સહિતના કેટલાક આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન જાસિર બિલાલ વાણી ઉર્ફે ‘દાનિશ’ની ભૂમિકા પણ સામે આવી હતી. તેના પર ડ્રોનમાં ફેરફાર કરવો અને રોકેટ બનાવવા જેવી ટેકનિકલ મદદ પૂરી પાડવાનો આરોપ છે. એજન્સીના જણાવ્યા અનુસાર, આતંકીઓ માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ લખનૌ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ હુમલા કરવાની યોજના બનાવી રહ્યા હતા.

આ કેસમાં શરૂઆતમાં આમિર રશીદ અલીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ યાસિર અહેમદ ડાર, ડૉ. અદીલ અહેમદ રાથર, મુફ્તી ઈરફાન અહેમદ સહિતના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તાજેતરમાં ઝમીર અહેમદ આહંગર અને તુફૈલ અહેમદ ભટની ધરપકડ સાથે તપાસ વધુ આગળ વધી છે. NIA આ સમગ્ર કેસની તપાસ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ કરી રહી છે અને આતંકી નેટવર્કના અન્ય સભ્યોની શોધખોળ પણ ચાલુ છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.