નવા વર્ષ પહેલાં દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રાખવાના હેતુથી દિલ્હી પોલીસે વિશાળ પાયે ‘ઑપરેશન આઘાત 3.0’ શરૂ કર્યું છે. આ ખાસ અભિયાન હેઠળ પોલીસ દ્વારા એક્સાઇઝ એક્ટ, NDPS એક્ટ અને જુગાર અધિનિયમ સહિતના કાયદાઓ અંતર્ગત કાર્યવાહી કરીને કુલ 285 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ઉપરાંત, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એહતિયાતી પગલાં રૂપે 504 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ નવા વર્ષની ઉજવણી દરમિયાન અપરાધિક પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવો અને સામાન્ય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવો છે.
Operation Aaghat 3.0 | Key Outcomes from the South-East District-
285 accused arrested under the Excise Act, NDPS Act & Gambling Act. 504 persons apprehended under preventive action. 116 Bad Characters (BCs) apprehended. 10 property offenders and five auto-lifters arrested.… pic.twitter.com/XVTHulCBPC
— ANI (@ANI) December 27, 2025
આ અભિયાન દરમિયાન પોલીસે મોટી માત્રામાં ગેરકાયદેસર સામગ્રી પણ જપ્ત કરી છે. તેમાં 21 દેશી કટ્ટા, 20 લાઇવ કારતૂસ અને 27 છરા ઉપરાંત 12,258 ક્વાર્ટર અવૈધ દારૂ, 6.01 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. જુગાર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરતાં પોલીસે ₹2,30,990 રોકડ રકમ પણ કબ્જે કરી છે. સાથે જ, 310 મોબાઇલ ફોન, 231 બાઇકો અને એક વાહન પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. ડીસીપી દક્ષિણ-પૂર્વ હેમંત તિવારીએ જણાવ્યું કે ‘ઑપરેશન આઘાત 3.0’નો હેતુ અપરાધીઓ, ગેરકાયદેસર હથિયારો અને નશાની પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવાનો છે. તેમણે ઉમેર્યું કે આ સમગ્ર અભિયાન દરમિયાન કુલ 1,306 લોકોને નિવારક પગલાં હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને દિલ્હી પોલીસ દ્વારા આ કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે, જેથી શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel