બોલીવૂડમાં નવા ઈતિહાસની રચના કરતા Dhurandhar: The Revenge (ધુરંધર 2) એ રિલીઝના પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધુરંધર પ્રદર્શન કર્યું છે. Ranveer Singh સ્ટારર આ ફિલ્મે વિશ્વભરમાં અંદાજે ₹236.63 કરોડથી ₹237 કરોડ સુધીની કમાણી કરીને અત્યાર સુધીની કોઈપણ હિન્દી ફિલ્મ માટે સૌથી મોટું ઓપનિંગ નોંધાવ્યું છે.
આ સાથે ફિલ્મે જવાન, પઠાણ અને એનિમલ જેવી સુપરહિટ ફિલ્મોના રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. ખાસ કરીને ‘જવાન’એ પહેલા દિવસે લગભગ ₹150 કરોડની કમાણી કરી હતી, જ્યારે ‘ધુરંધર 2’એ તેને ઘણો પાછળ મૂકી દીધું છે.
ભારતમાં પણ રેકોર્ડ બ્રેકિંગ કમાણી
ભારતીય બોક્સ ઓફિસ પર પણ ફિલ્મે ધમાકેદાર શરૂઆત કરી છે. પ્રથમ દિવસે ફિલ્મે ₹102 કરોડથી વધુનું નેટ કલેક્શન કર્યું છે. જો પેઇડ પ્રીવ્યૂના લગભગ ₹43 કરોડ ઉમેરવામાં આવે, તો કુલ કમાણી ₹145.55 કરોડ સુધી પહોંચી ગઈ છે, જે બોલીવૂડ માટે એક મોટો માઈલસ્ટોન છે.
પ્રથમ વીકએન્ડ માટે ₹300 કરોડનું એડવાન્સ બુકિંગ
ટ્રેડ રિપોર્ટ્સ મુજબ, ફિલ્મે તેના પ્રથમ વીકએન્ડ માટે ₹250 કરોડથી ₹300 કરોડ સુધીનું એડવાન્સ બુકિંગ નોંધાવ્યું છે. માત્ર ભારતમાં જ આ આંકડો ₹160 કરોડને પાર કરી ગયો છે. આ જોરદાર પ્રતિસાદને ધ્યાનમાં લેતા રવિવાર સુધી ફિલ્મ ₹400 કરોડ સુધીનો બિઝનેસ કરી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલ સુધી પ્રથમ વીકએન્ડમાં સૌથી વધુ કમાણીનો રેકોર્ડ Pushpa 2: The Ruleના નામે ₹354 કરોડ હતો, જેને ‘ધુરંધર 2’ તોડે તેવી શક્યતા છે.
મલ્ટિપ્લેક્સમાં 24×7 શો, શોલે પછી એવો ક્રેઝ
ફિલ્મ માટે દર્શકોમાં અદ્દભુત દીવાનગી જોવા મળી રહી છે. મલ્ટિપ્લેક્સમાં 24 કલાક શો ચાલી રહ્યા છે અને મોટાભાગના શો હાઉસફુલ થઈ રહ્યા છે. આ પ્રકારનો ક્રેઝ છેલ્લા ઘણા દાયકાઓ બાદ જોવા મળ્યો છે.
શોલે પછી પહેલીવાર કોઈ ફિલ્મ માટે એવો ઉત્સાહ જોવા મળ્યો છે, જ્યાં દર્શકો વહેલી સવારે થી ટિકિટ માટે લાઈનમાં ઉભા રહેતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
BookMyShow પર રેકોર્ડબ્રેક ટિકિટ વેચાણ
ફિલ્મે ટિકિટ વેચાણમાં પણ નવા રેકોર્ડ્સ બનાવ્યા છે. BookMyShow પર પ્રતિ કલાક 1.09 લાખ ટિકિટ વેચાઈ રહી છે, જે અગાઉના તમામ રેકોર્ડ્સને તોડી નાખે છે.
આ સ્પાય-એક્શન થ્રિલર ફિલ્મનું દિગ્દર્શન આદિત્ય ધર દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં પણ રિલીઝ થઈ છે, જેના કારણે તેને પાન-ઈન્ડિયા સ્તરે જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel