રામનવમીના પવિત્ર અવસરે આજે રામ મંદિર અયોધ્યામાં એક અદભૂત અને આધ્યાત્મિક દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે બપોરે બરાબર 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં પ્રભુ રામલલાનું ભવ્ય ‘સૂર્યતિલક’ કરવામાં આવ્યું. પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ બીજું સૂર્યતિલક હતું, જેમાં સૂર્યના કિરણો સીધા ભગવાનના લલાટ પર પડ્યા હતા. લગભગ 9 મિનિટ સુધી આ અલૌકિક દ્રશ્ય ચાલ્યું, જેને જોઈ ભક્તો ભાવવિભોર થઈ ગયા.
આ અનોખી પ્રક્રિયામાં વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો અદભૂત સમન્વય જોવા મળ્યો. અષ્ટધાતુના 20 પાઈપ અને આશરે 65 ફૂટ લાંબી વિશેષ સિસ્ટમ દ્વારા 4 લેન્સ અને 4 અરીસાની મદદથી સૂર્યપ્રકાશને સીધા ગર્ભગૃહ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજનમાં 14 પૂજારીઓ હાજર રહ્યા હતા, જેમણે વિશેષ પૂજા-અર્ચના કરી અને ત્યારબાદ ભવ્ય આરતીનું આયોજન થયું.
राम नवमी के अवसर पर अयोध्या के श्री राम जन्मभूमि मंदिर में राम लला का 'सूर्य तिलक' किया गया#RamNavami #RamNavami2026 #HinduDharma #SanatanaDharma #Ramlala #Ayodhya
[ Ram Navami, Ayodhya, Ram Janmabhoomi, Surya Tilak, Ram Lalla ] pic.twitter.com/Vmi174zYlD
— One India News (@oneindianewscom) March 27, 2026
રામનવમીને કારણે અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. અંદાજે 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અયોધ્યામાં રામલલાના દર્શન માટે ઉમટી પડ્યા છે. ભીડને ધ્યાનમાં રાખીને દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. હવે ભક્તો સવારે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી, એટલે કે 18 કલાક સતત દર્શન કરી શકે છે. અગાઉ દર્શનનો સમય સવારે 6:30થી રાત્રે 9 વાગ્યા સુધી મર્યાદિત હતો. રામ પથ અને ભક્તિ પથ પર લાંબી કતારો જોવા મળી રહી છે.
આ પવિત્ર અવસરે દેશના પીએમ મોદીએ પણ રામલલાના ‘સૂર્યતિલક’ના દિવ્ય દ્રશ્યો નિહાળ્યા અને ભગવાન શ્રી રામના ચરણોમાં નમન કરીને દેશ માટે સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરી. આ ઐતિહાસિક ક્ષણે સમગ્ર દેશ ભક્તિભાવમાં તરબોળ થઈ ગયો હતો.
On Ram Navami, PM Narendra Modi prays to Bhagwan Ram Lalla and observes the Surya Tilak ceremony at Ayodhya Ram Mandir. pic.twitter.com/8ImfZ3puN9
— ANI (@ANI) March 27, 2026
વિશ્લેષકોના મતે, અયોધ્યામાં યોજાયેલ આ ‘સૂર્યતિલક’ માત્ર ધાર્મિક નહીં પરંતુ વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ અનોખું ઉદાહરણ છે, જે વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel