Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 26°C

કપડવંજના ડોક્ટરોની હડતાલ શનિવારે ઓપીડી ઓપરેશન સહિતની સેવાઓ બંધ

કપડવંજના ડોક્ટરોની હડતાલ  શનિવારે ઓપીડી ઓપરેશન સહિતની સેવાઓ બંધ

કોલકત્તામાં મેડિકલની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરીને કરપીણ હત્યા કરવાની ઘટનાના વિરોધમાં કપડવંજના ડોક્ટરોએ એક દિવસ બંધનું એલાન આપ્યું છે. શનિવારે સવારે 6.00 વાગ્યાથી રવિવાર સવારે 6:00 વાગ્યા સુધી ઓપરેશન સહિતની સેવાઓ બંધ કરી વિરોધ નોંધાવ્યો છે. ઇમરજન્સી સિવાયની તમામ સર્વિસ માટે હોસ્પિટલો બંધ રાખવામાં આવી છે.
આ બંધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, કપડવંજ શાખાના ડો. શૈલેષ સોમાણી, ડો. પ્રભુદાસ પટેલ, ડો. ઉમેશ શાહ, ડો. હસીત પટેલ,ડો. ગૌરવ પટેલ,ડો. હર્ષ પંડ્યા, ડો કેયુર શાહ, ડો. કે.એ.રાઠી, ડો. ભાવિક પટેલ, ડો. સુધીર કોઠારી જોડાયા છે.

 

રિપોર્ટર સુરેશ પારેખ(કપડવંજ )

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.