click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાતમાં SIR બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 73 લાખથી વધુ નામોમાં ઘટાડો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાતમાં SIR બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 73 લાખથી વધુ નામોમાં ઘટાડો
Gujarat

ગુજરાતમાં SIR બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 73 લાખથી વધુ નામોમાં ઘટાડો

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી હતી. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની સતત દોઢ માસ સુધી હાથ ધરવામાં આવી હતી.

Last updated: 2025/12/19 at 6:56 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં હાથ ધરાયેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) પૂર્ણ થયા બાદ આજે 19 ડિસેમ્બરે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી સત્તાવાર વેબસાઇટ http://ceo.gujarat.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 27 ઓક્ટોબર 2025થી શરૂ થયેલી આ ઝુંબેશ લગભગ દોઢ મહિના સુધી રાજ્યભરમાં ચલાવવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક હોવાના પગલે આ પ્રક્રિયાને ખાસ મહત્વ આપવામાં આવ્યું હતું. ડ્રાફ્ટ મતદાર યાદી અનુસાર રાજ્યમાં કુલ 4.34 કરોડ મતદારો નોંધાયેલા છે, જ્યારે SIR દરમિયાન 73.73 લાખ મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. અગાઉ રાજ્યમાં 5,08,43,436 મતદારો નોંધાયેલા હતા, જે હવે ઘટીને 4,34,70,109 થયા છે.

ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે ડ્રાફ્ટ મતદાર યાદીમાં જો કોઈ મતદારનું નામ ન હોય અથવા વિગતોમાં ભૂલ હોય તો તે અંગે વાંધા અને દાવા રજૂ કરી શકાય છે. મતદારોને 18 જાન્યુઆરી 2026 સુધી વાંધા-દાવા રજૂ કરવાની તક આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મતદાર પોતાનું નામ ચકાસી શકે છે અને જરૂરી સુધારા માટે અરજી કરી શકે છે. 10 ફેબ્રુઆરી 2026 સુધી ચૂંટણી અધિકારીઓ દ્વારા તમામ વાંધાઓની ચકાસણી કરીને તેનો નિકાલ કરવામાં આવશે.

SIR અભિયાન દરમિયાન BLO દ્વારા ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં અવસાન પામેલા, કાયમી સ્થળાંતર કરેલા, ગેરહાજર અને બે જગ્યાએ નોંધાયેલા મતદારોની ઓળખ કરવામાં આવી હતી. દૂર કરાયેલા મતદારોમાં 18,07,278 અવસાન પામેલા, 9,69,662 ગેરહાજર, 40,25,553 કાયમી સ્થળાંતર કરેલા, 3,81,470 બે જગ્યાએ નોંધાયેલા અને 1,89,364 અન્ય કારણોસર હતા.

મતદારો પોતાનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં વેબસાઇટ, voters.eci.gov.in પોર્ટલ, ECINET એપ, BLO અથવા જિલ્લા ચૂંટણી અધિકારી/ERO/AERO કચેરીમાંથી ચકાસી શકે છે. 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો ફોર્મ નં. 6 ભરીને પોતાનું નામ અંતિમ મતદાર યાદીમાં દાખલ કરાવી શકે છે, જે 17 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રસિદ્ધ થવાની છે.

ઉલ્લેખનીય છે કે 27 ઓક્ટોબરે શરૂ થયેલું SIR અભિયાન વિવાદમાં પણ આવ્યું હતું. વધુ પડતા કામના બોજને કારણે પાંચ જેટલા બુથ લેવલ ઓફિસરોના મૃત્યુ થયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા, જેના કારણે રાજ્ય ચૂંટણી પંચ પર ટીકા થઈ હતી. તેમ છતાં, ચૂંટણી પંચનું કહેવું છે કે આ સમગ્ર પ્રક્રિયાનો હેતુ મતદાર યાદીને વધુ શુદ્ધ અને વિશ્વસનીય બનાવવાનો છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ ‘અજાણ્યા પુરુષ’ની ઓળખ રહસ્યમય રહી છે

‘4 ભારતીય નાવિકોના મોત’ના વાયરલ દાવા પર MEAનું મોટું નિવેદન, ‘ફેક ન્યૂઝ’ ગણાવી કર્યો ખુલાસો

‘₹370 બિરયાની’ વિવાદમાં કોમેડિયન પ્રણિત મોરેએ માફી માંગી, કહ્યું – ‘હું આ નફરતને પાત્ર છું’

અમદાવાદમાં ₹82.60 કરોડનું વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને AMCની મોટી યોજના

TAGGED: @india, Breaking news, CM Gujarat, Draft voter list, gujarat, Gujarat news, gujarati news, latest news, names reduced, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, SIR, top news, top news channel, topnews, topnewschannelinindia, voting, ગુજરાત, ચૂંટણી પંચ, ડ્રાફ્ટ મતદાર યાદી, ભારત, મતદાર, મતદારો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 19, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article X પર પીએમ મોદીનો દબદબો, ટોપ-10માં સૌથી વધુ લાઈક થયેલા 8 પોસ્ટ્સ મોદીના
Next Article આસામમાં રાજધાની એક્સપ્રેસની અડફેટે અનેક હાથીના મોત, 5 ડબા પાટા પરથી ઉતર્યા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો
Gujarat Vadodara જૂન 13, 2026
એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ ‘અજાણ્યા પુરુષ’ની ઓળખ રહસ્યમય રહી છે
Ahmedabad Gujarat જૂન 13, 2026
‘4 ભારતીય નાવિકોના મોત’ના વાયરલ દાવા પર MEAનું મોટું નિવેદન, ‘ફેક ન્યૂઝ’ ગણાવી કર્યો ખુલાસો
Gujarat જૂન 13, 2026
‘₹370 બિરયાની’ વિવાદમાં કોમેડિયન પ્રણિત મોરેએ માફી માંગી, કહ્યું – ‘હું આ નફરતને પાત્ર છું’
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?