સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે ટ્વિટર) દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલા નવા ફીચરમાં દર મહિને દેશમાં સૌથી વધુ લાઈક થયેલા ટ્વિટ્સની યાદી દર્શાવવામાં આવી રહી છે, અને તેમાં ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદીની જબરદસ્ત લોકપ્રિયતા સામે આવી છે. X દ્વારા જાહેર કરાયેલી છેલ્લા 30 દિવસની આંકડાકીય માહિતી અનુસાર, ભારતમાં સૌથી વધુ લાઈક કરાયેલા ટોપ-10 ટ્વિટ્સમાંથી 8 ટ્વિટ્સ પીએમ મોદીના છે, જ્યારે ટોપ-10માં અન્ય કોઈ રાજકીય નેતાનું નામ નથી.
આ યાદીમાં સૌથી વધુ લાઈક મળેલું ટ્વિટ તે છે જેમાં પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને રશિયન ભાષામાં ભગવદ્ગીતાની નકલ ભેટ આપ્યાનો ઉલ્લેખ કર્યો હતો. આ ટ્વિટને 2.3 મિલિયનથી વધુ લાઈક્સ મળ્યા છે, તેની રીચ 6.7 મિલિયનથી વધુ રહી છે અને આશરે 29 હજાર યુઝર્સે તેને રીટ્વિટ કર્યું છે. Xનું આ નવું ફીચર યુઝર્સને દર મહિને પોતાના દેશમાં સૌથી વધુ પસંદ કરાયેલા ટ્વિટ્સ જોવા દે છે, જેનાથી પબ્લિક એંગેજમેન્ટ અને લોકપ્રિયતાનો સ્પષ્ટ અંદાજ મળે છે. નોંધનીય છે કે દર વર્ષે પણ X દ્વારા વર્ષના સૌથી વધુ લાઈક થયેલા ટ્વિટ્સની યાદી બહાર પાડવામાં આવે છે.
Presented a copy of the Gita in Russian to President Putin. The teachings of the Gita give inspiration to millions across the world.@KremlinRussia_E pic.twitter.com/D2zczJXkU2
— Narendra Modi (@narendramodi) December 4, 2025
ગયા વર્ષે ભારતીય યુઝર્સમાં વિરાટ કોહલી, પીએમ મોદી અને ભારતની T20 વર્લ્ડ કપ જીત સાથે જોડાયેલા ટ્વિટ્સ સૌથી વધુ પસંદ કરવામાં આવ્યા હતા. જોકે, 2025 માટે વર્ષના સૌથી વધુ લાઈક થયેલા ટ્વિટ્સની અધિકૃત યાદી હજુ જાહેર કરવામાં આવી નથી અને તે આવતા મહિને બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel