એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અમેરિકન નાગરિકોને છેતરપિંડી કરતી ગેરકાયદેસર કોલ સેન્ટરો સાથે સંકળાયેલા ૧.૫ કરોડ ડોલરના કૌભાંડના મામલે એક વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે. આ(Call center & money laundering) કેસમાં આરોપીની ઓળખ ચંદ્ર પ્રકાશ ગુપ્તા તરીકે કરવામાં આવી છે, જે દિલ્હીના એનસીઆર વિસ્તારમાંથી કામ કરતી કોલ સેન્ટરો અને મની લોન્ડરિંગ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હોવાનું EDએ જણાવ્યું છે. ગુપ્તાની ધરપકડ ૧૩ ડિસેમ્બરે કરવામાં આવી હતી. નોંધનીય છે કે તે ટેકનિકલ સર્વિસ પ્રોવાઇડરના નામે ચલાવવામાં આવતા ટેક સપોર્ટ કૌભાંડમાં મુખ્ય આરોપી હતો અને સીબીઆઇની તપાસ દરમિયાન જુલાઇ ૨૦૨૪થી ફરાર હતો, જેના કારણે તેની સામે બિન જામીન પાત્ર વોરન્ટ ઇશ્યુ કરવામાં આવી હતી.
એજન્સી દ્વારા જાણવા મળ્યું કે ગુપ્તા સંકળાયેલ કોલ સેન્ટર નોઇડા અને ગુરુગ્રામથી ઓપરેટ થતા હતા અને તેમની ગેંગે લગભગ ૧૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ બનાવી હતી. આ ગેંગે ટેક સપોર્ટ કૌભાંડના આડમાં અમેરિકન નાગરિકોને છેતરપીંડી કરીને નુકસાન પહોંચાડ્યું. તેઓએ પીડિતોને માઇક્રોસોફ્ટ સિક્યોરિટી નોટિફિકેશન જેવી ઓફિશિયલ નકલ કરીને પોપ-અપ એલર્ટ મેસેજ મોકલ્યા હતા, જેના પરથી લોકો ખોટી રીતે તેમના કોલ સેન્ટર સાથે સંપર્કમાં આવતા હતા. જ્યારે પીડિતોએ આ ફોન નંબર પર કોલ કર્યું, ત્યારે તેઓના કમ્પ્યુટર્સ પર રિમોટ એક્સેસ સોફ્ટવેર દ્વારા ગેંગે સંપૂર્ણ કંટ્રોલ મેળવ્યો.
ગુપ્તા અને તેની ગેંગે પીડિતોના કમ્પ્યુટર્સ પર એક્સેસ મેળવ્યા પછી બેંક ડિટેલ્સ સહિત તમામ નાણાકીય અને વ્યક્તિગત માહિતી મેળવી લીધી હતી. આ પછી, પીડિતોના ડર અને કન્ફ્યુઝનનો ફાયદો લઈને ગેંગે તેમને દબાવીને નાણા ટ્રાન્સફર કરાવવાનું કહ્યુ, આ કહેતાં કે આ ચુકવણી દ્વારા તેમનું ફંડ હેકિંગથી સુરક્ષિત રહેશે. આ કૌભાંડનો વ્યાપકતા અને ટેકનિકલ જટિલતાને કારણે EDએ આ કેસને ગંભીરતાપૂર્વક લઈ તપાસ હાથ ધર્યા છે, જેમાં આરોપીની ધરપકડ અને ગેરકાયદેસર સંપત્તિનો પર્દાફાશ કરવો મુખ્ય હેતુ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel