બાંગ્લાદેશમાં અલ્પસંખ્યા હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચાર અને હિન્દુઓને નિશાન બનાવવાની ઘટનાઓના વિરોધમાં નર્મદા જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તારીખ 24 ડિસેમ્બર 2025ના રોજ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, બાંગ્લાદેશમાં જેહાદી માનસિકતા ધરાવતા કેટલાક ઇસ્લામી કર્તરવાદીઓ દ્વારા હિન્દુઓ પર ખોટા આક્ષેપો કરી તેમને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. આ ઘટનાક્રમમાં દીપુદાસ નામના હિન્દુ યુવાન સાથે થયેલી મારામારી બાદ થયેલી મૃત્યુની ઘટનાને લઈ ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ વિરોધ કાર્યક્રમ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ સૂત્રોચાર કર્યા હતા તેમજ પ્રતિકાત્મક રીતે પૂતળા દહન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી.
કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હિન્દુ સમાજ પર થતા અત્યાચાર સામે એકજૂટ થવાની અપીલ પણ કરવામાં આવી હતી.
શૈશવ રાવ (નર્મદા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel