સ્વિટ્ઝર્લેન્ડમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન એક લોકપ્રિય રિસોર્ટના બારમાં થયેલા ભયાનક બ્લાસ્ટથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. આ ઘટના સ્થાનિક સમય મુજબ રાત્રે અંદાજે 1:30 વાગ્યે બની હતી, જ્યારે બારમાં નવા વર્ષની ઉજવણી ચાલી રહી હતી અને મોટી સંખ્યામાં લોકો હાજર હતા. જે રિસોર્ટમાં બ્લાસ્ટ થયો છે તે પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય માનવામાં આવે છે અને વર્ષભર ત્યાં ભારે ભીડ રહેતી હોય છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ ઘટના સમયે બારમાં 100થી વધુ લોકો હાજર હતા. બ્લાસ્ટ બાદ અનેક લોકોનાં મોત થયાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જોકે મૃતકોનો ચોક્કસ આંકડો હજુ સુધી અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી. પ્રાથમિક માહિતી અનુસાર મૃત્યુઆંક 10થી 15 વચ્ચે હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જ્યારે ઈજાગ્રસ્તોની સંખ્યા પણ મોટી હોઈ શકે છે. ઘણા લોકોને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
स्विस स्की रिज़ॉर्ट शहर क्रांस-मॉन्टाना, स्विट्जरलैंड के ले कॉन्स्टेलेशन बार में न्यू ईयर ईव के दौरान विस्फोट और आग की सूचना मिली है।
कई लोगों के मारे जाने और गंभीर रूप से घायल होने की रिपोर्ट है।
अधिक जानकारी का इंतजार है।#CransMontana #Switzerland #NewYear2026 #Explosion… pic.twitter.com/3CBT3tbloJ
— One India News (@oneindianewscom) January 1, 2026
ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોઝ અને તસવીરોમાં લોકો જીવ બચાવવા દોડતા, ઘાયલ લોકોને મદદ માટે બૂમાબૂમ કરતા અને ઈમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચતી જોવા મળે છે. બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે બારના અંદરના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે.
પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય ઇમરજન્સી એજન્સીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લીધો છે. સુરક્ષા કારણોસર આસપાસના વિસ્તારમાં ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે અને લોકોને ત્યાંથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. બ્લાસ્ટનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. અધિકારીઓનું કહેવું છે કે આ અકસ્માત હતો કે કોઈ સાજિશ, તે તમામ દિશાઓથી તપાસ કરવામાં આવી રહી છે. હાલ તપાસ ચાલુ છે અને અધિકૃત માહિતી મળ્યા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel