ભારતમાં લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે હોલિવૂડમાંથી પણ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો મુજબ હોલિવૂડ સ્ટાર ટોમ હોલેન્ડ અને ઝેન્ડયાએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હોવાની ચર્ચા જોર પકડી રહી છે. આ સમાચાર સામે આવતા જ બંનેના ચાહકોમાં ઉત્સાહ છવાઈ ગયો છે.
સ્ટાઈલિસ્ટના ખુલાસાથી ચર્ચા તેજ
માર્વેલ ફિલ્મોમાં ‘સ્પાઈડરમેન’ના પીટર પાર્કર અને એમજે તરીકે લોકપ્રિય બનેલા ટોમ હોલેન્ડ અને ઝેન્ડયાના લગ્ન અંગેનો ખુલાસો અભિનેત્રીના સ્ટાઈલિસ્ટ લૉ રોચએ કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.
Zendaya, Tom Holland, "wedding has happened", claims stylist Law Roach
Read @ANI Story | https://t.co/HcWOlGh55u #TomHolland #Zendaya #Hollywoodwedding pic.twitter.com/t9PmnsT3T5
— ANI Digital (@ani_digital) March 2, 2026
લોસ એન્જલસમાં આયોજિત 2026 એક્ટર્સ એવોર્ડ્સ દરમિયાન ઈન્ટરવ્યુમાં લૉ રોચે કહ્યું હતું કે, “લગ્ન પહેલેથી જ થઈ ચૂક્યા છે, તમે મિસ કરી દીધા.” તેમના આ નિવેદન બાદ કાર્યક્રમમાં હાજર લોકો ચોંકી ગયા હતા અને સોશિયલ મીડિયા પર આ મુદ્દે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ.
હજુ સુધી ઓફિશિયલ જાહેરાત નથી
જોકે અત્યાર સુધી ટોમ હોલેન્ડ અને ઝેન્ડયાએ તેમના લગ્ન અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી. તેમ છતાં સ્ટાઈલિસ્ટના નિવેદન બાદ ચાહકો આ સમાચારને લઈને ખૂબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.
કેટલાક ચાહકોનું માનવું છે કે ઝેન્ડયા તાજેતરમાં પોતાની સગાઈની રિંગના બદલે ગોલ્ડ બેન્ડ પહેરતી જોવા મળી છે, જે તેમના લગ્નના અહેવાલોને વધુ વેગ આપી રહ્યું છે.
ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા
ટોમ હોલેન્ડ અને ઝેન્ડયા પોતાના સંબંધોને લઈને હંમેશા ખૂબ પ્રાઈવેટ રહ્યા છે. બંને પ્રથમ વખત 2017માં આવેલી ફિલ્મ Spider-Man: Homecomingના શૂટિંગ દરમિયાન મળ્યા હતા. ત્યાંથી તેમની મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થઈ હતી.
આગામી સમયમાં બંને અભિનેતાઓ ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ ‘ધ ઓડેસી’ અને માર્વેલની નવી ફિલ્મ ‘સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ માં જોવા મળશે. આ બંને ફિલ્મો જુલાઈમાં રિલીઝ થવાની ચર્ચા ચાલી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel