મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરાયેલા હુમલાઓ બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. આ સંઘર્ષ દરમિયાન ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મોતના અહેવાલો સામે આવ્યા છે, જેના કારણે મિડલ ઈસ્ટમાં તણાવ વધુ વધ્યો છે.
આ યુદ્ધના કારણે અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ થઈ ગઈ છે, જેના કારણે ઘણા ભારતીયો વિદેશમાં ફસાયા છે. ખાસ કરીને કેટલાક બોલિવૂડ અને ફિલ્મી સિતારાઓ હાલમાં યુએઈમાં અટવાઈ પડ્યા છે. તેમાં ઈશા ગુપ્તા, સોનલ ચૌહાણ અને અજિત કુમાર જેવા કલાકારોનો સમાવેશ થાય છે.
ઈશા ગુપ્તાએ યુએઈ સરકારનો માન્યો આભાર
યુએઈમાં ફસાયેલી અભિનેત્રી ઈશા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર પોતાના ચાહકોને અપડેટ આપ્યો છે. તેણે જણાવ્યું કે એરપોર્ટ પર ફસાયેલા હજારો મુસાફરો માટે યુએઈ સરકારે રહેવા, જમવા અને હોટેલ ટ્રાન્સફરની ઉત્તમ વ્યવસ્થા કરી છે.

ઈશાએ ખાસ કરીને અબુ ધાબી વહીવટીતંત્ર અને રક્ષા મંત્રાલયની કામગીરીની પ્રશંસા કરી હતી. તેણે લખ્યું કે હાલની વિકટ પરિસ્થિતિમાં પણ સ્થાનિક તંત્ર સૌને સુરક્ષિત રાખવા માટે શાંતિપૂર્વક કામ કરી રહ્યું છે.
સોનલ ચૌહાણે પણ આપી સુરક્ષાની માહિતી
અભિનેત્રી સોનલ ચૌહાણે પણ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તે સુરક્ષિત છે. તેણે નરેન્દ્ર મોદીને ટેગ કરીને કરેલી પોસ્ટ બાદ ચાહકોના ઘણા મેસેજ આવ્યા હતા. જેના જવાબમાં તેણે જણાવ્યું કે હાલ તે સુરક્ષિત છે પરંતુ ફ્લાઇટ્સ શરૂ થવાની રાહ જોઈ રહી છે.
ઈરાની અભિનેત્રીના નિવેદન પર વિવાદ
આ વચ્ચે, ઈરાનના નેતાના અવસાનના અહેવાલો પર બોલિવૂડમાં કાર્યરત ઈરાની અભિનેત્રી એલનાઝ નૌરોજીએ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી હતી. તેના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગ શરૂ થઈ ગયું છે.
હાલ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ક્યારે ફરી શરૂ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. જેના કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયો અને સેલેબ્રિટીઝમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel